કુંભલગઢ ફરવા ગયેલા યુવકોએ કર્યું આ કાંડ અને

‘રઈસ’ ફિલ્મની કોપી પડી ભારે, કુંભલગઢ ફરવા ગયેલા યુવકોએ કર્યું આ કાંડ અને…!

અહી રૂપિયાનો મોંઘોદાટ વિદેશી દારૂ ઠાલવ્યો હતો.

રૂપિયા કમાવવા માટે લોકો શોર્ટકટનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે તેમને જેલના સળિયા પાછળ જવાના દિવસ આવી જાય છે. સુખી સંપન્ન ઘરના યુવકોએ રાતોરાત ‘રઈસ’ બનવાનું નક્કી કર્યું અને 31 ડિસેમ્બરની પાર્ટી માટે દારૂ વેચીને રાતોરાત નામચીન બુટલેગર બનવાનું સપનું પૂરું કરવા માટે લાખો.

31 ડિસેમ્બરની પાર્ટી માટે દારૂ વેચીને નામચીન બુટલેગર બનવાનું સપનું હતું

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા દર્શક પટેલ, વરુણ દેસાઇ અને કિશન પટેલ બે મહિના પહેલા રાજસ્થાનના કુંભલગઢમાં ફરવા માટે ગયા હતા અને જ્યાં તેમણે દારૂનો ધંધો કરવા માટેનું નક્કી કરી લીધું હતું.

આ પણ વાચો : ગંભીર અકસ્માત : દૂર સુધી બચાવો બચાવો ચીસો સંભળાય, સળગતી કારમાં 5 લોકોનું ભડથું

બે મહિના સુધી યુવકોએ ઠેકેદાર સાથે સંપર્ક કર્યો હતો

ત્યાના દારૂના ઠેકેદાર સાથે મુલાકાત કરી હતી. યુવકોએ ઠેકેદાર સાથે વાત કરીને કહ્યું હતું કે અમને દારૂની જરૂર પડશે તો અમે મગાવીશું અને તમે મોકલી દેજો. બે મહિના સુધી યુવકોએ ઠેકેદાર સાથે સંપર્ક કર્યો હતો.

યુવકોને રૂપિયાની જરૂર પડી એટલે તેમને 31મી ડિસેમ્બરના રોજ દારૂ વેચવા માટે ઠેકેદારને ફોન કરીને દારૂનો ઓર્ડર લખાવ્યો હતો. રાજસ્થાનથી દારૂ ટ્રકમાં નરોડા આવ્યો હતો. જેમાં યુવકો કાર લઇને દારૂ લેવા માટે ગયા હતા. દારૂ લઇને તે સોલા આવી રહ્યા હતા ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે તેમને પકડી પાડ્યા હતા.

રાજસ્થાનથી નરોડામાં દારૂ લાવેલા દર્શક પટેલ અને કિશન પટેલની ધરપકડ

પોલીસે આ મામલે દર્શક, કિશનની ધરપકડ કરી છે અને 7.36 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે. યુવકોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે તેમણે પહેલી વાર દારૂ ખરીદ્યો હતો અને 31મી ડિસેમ્બરે વેચવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આ મામલે યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.