મુંજવણ : ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવવાને લઇને હાઇકોર્ટે કરી ટકોર, કેટલી મળશે છૂટ
આવી રહેલા ઉત્તરાયણના તહેવારને લઇને અરજી પર હાઇકોર્ટની સરકારને ટકોર ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આવતા મહિને આવનારા ઉત્તરાયણ પર્વને લઇને હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું કે સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે.ત્યારે બીજી તરફ બ્રિટેનમાંથી આવેલા નવા સ્ટ્રેનને લઇને પરિસ્થિતિ ફરી વણસેલી જોવા મળી રહી છે….

આવી રહેલા ઉત્તરાયણના તહેવારને લઇને અરજી પર હાઇકોર્ટની સરકારને ટકોર
ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આવતા મહિને આવનારા ઉત્તરાયણ પર્વને લઇને હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું કે સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે.ત્યારે બીજી તરફ બ્રિટેનમાંથી આવેલા નવા સ્ટ્રેનને લઇને પરિસ્થિતિ ફરી વણસેલી જોવા મળી રહી છે.
ઉત્તરાયણ એક વર્ષ પછી પણ ઉજવી શકાશે
હાઇકોર્ટે દ્વારા સરકારને ટકોર કરી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, આમ હવે ઉત્તરાયણના પર્વ બાદ ફરી આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? જો કે આગામી વર્ષ કોરોનાને લઇને ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે.
એક વર્ષ ઉત્તરાયણની ઉજવણી નહી કરવામાં આવે તો ચાલશે. સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે. રાજ્યમાં 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2021 સુધીના સમયગાળામાં વધુ સાવચેતી રાખવી પડશે. બધાને ખુશ રાખી શકાશે નહીં.
આ પણ વાચો : તક : મોંઘવારીમાં સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક, મળશે ફાયદો અહીથી અને આ રીતે..!
કોરોના સંક્રમણને લઇ રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયું છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હજુ યથાવત રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ છે. આગામી 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. તેવામાં ગુજરાત પોલીસ પણ આ તહેવારો પહેલા જ અલર્ટ થઇ ગઇ છે. મહાનગરોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ જાહેરનામાના ભંગના ગુના નોંધી રહી છે.
અમદાવાદ પોલીસે આ અંગે જાહેરાત કરી હતી કે, 31 ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. 9 વાગ્યા પહેલા 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે. 31 ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.
One Comment