છૂપી રીતે જુવો કોઈપણનું Whatsapp Status

Whatsapp update : છૂપી રીતે જુવો કોઈપણનું Whatsapp Status, તેને ખબર પણ નહીં પડે..!

 અહી વાત  છે  વોટ્સએપના સ્ટેટસના સીક્રેટ વિશે 

સોસ્યલ નેટવર્ક સાથે સાથે  વોટ્સએપ એ દરેકના  જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, અને આપણું મોટાભાગનું કામ સરળ થઈ ગયું છે. આપણે વર્ષોથી વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ હજી પણ આપણામાંના ઘણાને વોટ્સએપના દરેક ફીચર વિશે ખબર નહીં હોય. 

વોટ્સએપના સ્ટેટસ વિશે વાત કરીએ તો તે એક લોકપ્રિય સુવિધા છે, પરંતુ ઘણી વખત આ સ્ટેટસ ફીચર આપણી પર્સનલ લાઇફમાં પણ મુશ્કેલીઓ ઉભી કરે છે. વોટ્સએપ પર કોઈનું સ્ટેટસ તપાસીએ તો સામેની વ્યક્તિ જાણ થઈ જાય છે કે તેનું સ્ટેટસ કોણે ચકાસ્યું.પરંતુ શું તમે જાણો છો કે વોટ્સએપ પર એક રસ્તો છે, જેના ઉપયોગથી તમે કોઈનું સ્ટેટસ જોશો તો પણ તેમને ખબર નહીં પડે.

જાણો અહી  કેવી રીતે કોઈના વોટ્સએપ સ્ટેટસ જોઈ શકો છો અને તેઓને ખબર પણ નહીં પડે

(1) જો તમે કોઈને તમારા સ્ટેટસ વિશે જાણવા માંગતા નથી, તો તમારે Read Receipts વિકલ્પ બંધ કરવો પડશે.

(2) વોટ્સએપ Read Receipts બંધ કરવા માટે, પહેલા એપ્લિકેશન ખોલો.

(3) ત્યારબાદ પછી સેટિંગ્સ પર જાઓ.

આ પણ વાચો : સાયબર ક્રાઇમનો શિકાર બનતા પહેલા,જાણો ક્યાંક તમારો પાસવર્ડ હેકર્સના લક્ષ્ય પર તો નથી ને

(4)  હવે એકાઉન્ટ પર ટેપ કરો અને Privacy પર ટેપ કરો.

(5)  અહીં તમે Read Receipts વિકલ્પ જોશો, જેને તમારે બંધ કરવો પડશે.

અહી ધ્યાનમાં રાખો કે જો તમે રીડ રીસેટ્સ ફીચર બંધ કરો છો, તો તમારો વ્હોટ્સએપ સ્ટેટસ જોવા વિશે કોઈ જાણશે નહીં, પરંતુ તે તમારી કેટલીક સેટિંગ્સમાં ચોક્કસપણે ફેરફાર થશે.

(1) સૌ પ્રથમ, જ્યારે તમે સંદેશ મોકલો ત્યારે બ્લુ ટિક બતાવવાનું બંધ થશે.

(2) બીજું, જો કોઈ તમને સંદેશ મોકલે છે, તો તે તમારું બ્લુ ટિક પણ દેખાશે નહીં.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.