ફેસબુક પર કોઇના વિશે ટીકા કરવી ભારે પડશે

ફેસબુક પર કોઇના વિશે ટીકા કરવી ભારે પડશે, જાણો અહી એક મામલો…!

સોસ્યલ ટેક્નોલોજીનો જેમ જેમ ઉપયોગ વધતો ગયો તેમ તેમ ગુનહિત પ્રવૃતિઓ પણ વધતી ગઈ છે. અહી જો ટેક્નોલોજી સાથે જો કમ્યુનિકેશન કોઈ સાથે સારી ન રાખીએ તો જેલના સળિયા ગણવાનો વારો જરૂર આવે. આહિ એવો જ એક કિસ્સો છે વાંચો પૂરો અહી.

સોશિયલ મીડિયાના દૂર ઉપયોગથી નોકરીમાંથી કાઢી મુકાયો હતો.

કેરળમાં એક એરપોર્ટ કાર્યકરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુક પર રાજ્ય સરકાર વિરુદ્ધ લખવું ભારે પડ્યું અને નોકરી ગુમાવી દીધી હતી.

હકીકતમાં,કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એક કર્મચારીએ ફેસબુક પર કેરળ સરકારની વિરુદ્ધ એક પોસ્ટ લખી હતી,ત્યારબાદ તેને કથિત રૂપે નોકરીમાંથી કાઢી મુકાયો હતો.

કે એલ રમેશ નામના કર્મચારીએ તેમની પોસ્ટમાં કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયનની ટીકા કરી હતી, ત્યારબાદ કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વી.તુલસિદાસે રમેશને લઈને ટર્મિનેશન આદેશ જારી કર્યો હતો. રમેશે કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ફાયર એન્ડ રેસ્ક્યૂ વિંગના અધિક્ષક તરીકે સેવા આપી હતી.

જણાવી દઈએ કે રમેશે તેની ફેસબુક પોસ્ટ પર પદ્મનાભસ્વામી મંદિરના સંબંધમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી જ્યારે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.

આ પણ વાચો : Whatsappને પોતાની મનમાંની મોંઘી પડી, કારણ જાણી તમે પણ ડિલીટ કરી નાખશો..!

આ વર્ષે જુલાઈમાં,જસ્ટિસ યુ.યુ.લલિત અને ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી બે ન્યાયાધીશની ખંડપીઠે કેરળ હાઈકોર્ટના 2011 ના આદેશને નકારી કાઢ્યો હતો કે રાજ્ય સરકાર મંદિરના સંચાલન અને સંપત્તિઓને નિયંત્રિત કરી શકે તે માટે ટ્રસ્ટની સ્થાપના કરવા સૂચના આપી હતી.

આ સાથે જ રમેશે કહ્યું છે કે તેઓ આ નિર્ણય સામે કાયદેસરની કાર્યવાહી કરશે. કર્મચારીઓના જૂથે રમેશને નોકરીમાંથી હટાવવાના નિર્ણય સામે કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઇમથકના એમડીને પત્ર પણ લખ્યો છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.