ધાબા પર શાકભાજી ની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરો કમાણી થશે લાખોમાં

terrace farming

ઘણા દેશ ધાબા પર ખેતી મોટા પ્રમાણમાં કરે છે.તેમાં જાપાન મોખરે છે. ત્યારે હવે આપણાં દેશમાં અને ખાસ કરીને અમદાવાદમા પણ ધાબા ખેતીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. આ કન્સેપટ સાથે સાથે હવે ઓર્ગેનિક શાકભાજી મળે તે તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમા અનેક સ્થળે ધાબા ખેતી થાય છે.

ઘરના એઠવાડનું ધાબા પર જ ખાતર, તેના કેટલા ફાયદાકારક નિવડે છે

અમદાવાદમાં  વસતા મહેશભાઈ મહેશ્વરીએ કેન્સર જેવા ઘાતક રોગને કેવી રીતે માત આપી શકાય તે સંશોધન હાથ ધરતા તેમાંથી ઓર્ગેનિક ફૂટનો કન્સેપટ સૂઝયો અને તેના થકી તેમણે તેમના ધાબા પર શાકભાજી ખેતી શરૂઆત કરી અને તેમાં સફળતા મેળવી આજે મહેશભાઈ જાપાનની માફક એમના ધાબા પર શકભાજી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેમાં મહેશભાઈ તેમના ધાબા પર સરગવો, રીગણ, લસણ, લિલી ચા, ધાણા મરચા, ટમેટા સહિતના વિવિધ શાકભાજી ઉગાડીને ઓર્ગેનિક શાકભાજીનો મેળવી રહ્યા છે. 

terrace farming in india

અન્ય લોકો માટે મહેશભાઈ પ્રેરણા રૂપ બન્યા

મહેશભાઈએ ધાબા પર ઓર્ગેનિક ખેતી માટે પોતાના ઘરમાંથી રોજ બરોજ નીકળતા શાકભાજી,એઠવાડના કચરાનો ઇફએક્ટિવ બાયો કમોસ્ટીગ યુનિટ વિકાસવાયું છે. જેથી આ કપોસ્ટીગ યુનિટ દ્વારા રોજબરોજના નીકળતા કચરમા માંથી બાયો ગેસ પણ મેળવી રહ્યા છે. અને બેસ્ટ ક્વોલિટીનું ઓર્ગેનિક ખાતર પણ મેળવી રહ્યા છે. આ કન્સેટપ દેશના વિવિધ શહેરોમાં વસતા તેમના મિત્રોને સમજાવીને ઓર્ગેનિક ખોરાક માટે તેમજ શુદ્ધ શાકભાજી મેળવાની પ્રેરણ ખેડૂતોને પણ આપી રહ્યા છે.

આજે ભાગદોડભરી જિંદગીમાં લોકો જંકફૂડ પર આરોગીને અનેક બીમારીઓનું આહવાન કરે છે. ત્યારે આ નાના કનેપટ થકી રોજબરોજ જિંદગીના ઓર્ગેનિક ફૂડ સાથે સુખાકારી આરોગ્ય મેળવે તે ખૂબ જ અગત્યનું છેઆજ ફોરમ્યુલા સાથે મહેશભાઈ અન્ય ખેડૂતો અને ધાબા પર ખેતી માટેની પ્રેરણા જગાવી છે. આજે 500 ખેડૂતો આજે કપોસ્ટીગ યુનિટ દ્વારા ખેતી કરી રહ્યા છે. ત્યારે કેવી રીતે કામ કરે છે,આ કપોસ્ટીગ યુનિટ અને બાયો ગેસ પણ મેળવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads