મૃતકનું PPF ખાતું વર્ષો સુધી ચાલુ રાખી શકાય, જમા રકમ પર વ્યાજ પણ મેળવી શકાય..!

મૃતકનું PPF ખાતું વર્ષો સુધી ચાલુ રાખી શકાય, જમા રકમ પર વ્યાજ પણ મેળવી શકાય

પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતાના નિયમને કારણે જો પીપીએફ ખાતાધારક મૃત્યુ પામે પછી તરત પૈસાનો ઉપાડ કરી લેવો ફરજિયાત નથી.

વ્યાજ ચૂકવવા નિયમને કારણે પોસ્ટ ઑફિસ બંધાયેલી છે.

પોસ્ટ ઑફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતાધારકનું અકાળે મૃત્યુ થયા પછી તેના ખાતામાં પડી રહેલી રકમ પર નિયમ મુબજ થતું વ્યાજ ચૂકવવા નિયમને કારણે પોસ્ટ ઑફિસ બંધાયેલી છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતેદારના વારસદારો નાણાંનો ઉપાડ ન કરે ત્યાં સુધી તેના પર નિયમ મુજબ વ્યાજ આપવા પોસ્ટ ઑફિસ બંધાયેલી છે, પરંતુ તે ખાતામાં વાર્ષિક રૂા. 1.5 લાખ પ્રમાણે નવી રકમ જમા કરાવવાની છૂટ મળતી નથી. 


મૃતક વ્યક્તિના કાયદેસરના વારસદાર તે ખાતું આગળ વધારી શકતા નથી. (એટલે કે તે ખાતામાં નવેસરથી વર્ષના રૂા. 1.5 લાખ પ્રમાણે રકમ જમા કરાવી શકતા નથી.) મૃતકના પીપીએફના ખાતામાં જમા પડેલી રકમ મૃતકના કાયદેસરના વારસદારને ચૂકવવામાં આવે તેના આગળના માસ સુધીનું સંપૂર્ણ વ્યાજ તેને ચૂકવવાનું રહેશે.

 પોસ્ટ ઑફિસના નિયમના ચેપ્ટરમાં નિયમ નંબર એકમાં જણાવવામાં આવ્યું છે કે પીપીએફ એકાઉન્ટ ધારક મૃત્યુ પામે તેવા સંજોગોમાં ખાતું બંધ કરી દઈને તેના નોમિની કે પછી તેના કાયદેસરના વારસદારને તે રકમ આપી દેવાની રહેશે.

આમ મૃતકના પીપીએફના ખાતામાં પડેલી રકમ પર વ્યાજ ન ચૂકવવું તેવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પરિણામે મૃતકના પીપીએફના ખાતામાં પૈસા પડયા રહે ત્યાં સુધીનું એટલે કે તે ખાતામાંથી પૈસાનો ઉપાડ કરે તેટલા સમય સુધીનું વ્યાજ ચૂકવવા પોસ્ટ ઓફિસ બંધાયેલી છે.


સામાન્ય રીતે પીપીએફ ખાતાધારક મૃત્યુ પામે તે પછી તેના સ્વજનો તેના નાણાંનો ઉપાડ કરી લેતા હોય છે. તેઓ પૈસા ન ઉપાડે ત્યાં સુધી વ્યાજ ચૂકવતા રહેવાના નિયમથી અજાણ હોવાને કારણે પીપીએફના ખાતામાં પડેલા નાણાંનો ઉપાડ કરી લે છે.

બીજું, પીપીએફના ખાતામાં પડેલી રકમ જ્યારે કોઈપણ ઉપાડે ત્યાર તેના પર કોઈ જ ટેક્સ લાગતો નથી. અત્યાર વ્યાજના દર ઘટી રહ્યા છે. બૅન્કો સાડા પાંચથી છ સવા છ ટકા વ્યાજ જ આપે છે. ત્યારે પીપીએફના ખાતામાં મળતું 7 ટકાથી ઉપરનું ટેક્સ ફ્રી વ્યાજ ખાસ્સું લાભદાયી ગણાય છે.

પરિણામે આ નિયમના જાણકારો મૃતકના પીપીએફના ખાતામાં પડેલી રકમનો ઉપાડ કરતાં નથી. સરકારે પોસ્ટ ઑફિસની માફક બૅન્કોમાં પણ પીપીએફના ખાતા ચાલુ કરવાની છૂટ આપી છે. રાષ્ટ્રીયકૃત કે ખાનગી બૅન્કમાંના મૃતકના પીપીએફના ખાતામાં પડેલી રકમ ઉપાડવામાં ન આવે ત્યાં સુધી વ્યાજ ચૂકવવા બૅન્કો પણ નિયમ મુજબ બંધાયેલી જ ગણાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads