વર્ક ફ્રોમ હોમ પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસમાં વધારો, વાંચો એક અહેવાલ અહી..!
મારે હવે એમની સાથે નથી જ રહેવું. એ આઠ મહિનાથી ઘરબેઠાં કામ કરે છે. મને થોડા દિવસ પિયર નથી જવા દેતાં અને બહાર જાઉં ને થોડી વાર લાગે તો શંકા કરતા હોય તેવા સતત સવાલો કર્યાં કરે છે. જે મેન ઈગો વચ્ચે વુમનના ઈમોશન્સના કિસ્સામાં વધારો જોવા મળ્યા છે. પત્નીની ફરિયાદોમાં વધારો આઠ-આઠ મહિનાથી પતિ…

મારે હવે એમની સાથે નથી જ રહેવું. એ આઠ મહિનાથી ઘરબેઠાં કામ કરે છે. મને થોડા દિવસ પિયર નથી જવા દેતાં અને બહાર જાઉં ને થોડી વાર લાગે તો શંકા કરતા હોય તેવા સતત સવાલો કર્યાં કરે છે. જે મેન ઈગો વચ્ચે વુમનના ઈમોશન્સના કિસ્સામાં વધારો જોવા મળ્યા છે.
પત્નીની ફરિયાદોમાં વધારો
આઠ-આઠ મહિનાથી પતિ અને સંતાનોની સેવા કરવાની મારી ફરજ બજાવું છું તો પણ સતત સીસીટીવી કેમેરા મંડાયેલા હોય તેમ પતિ મારી ઉપર નજર રાખતાં હોય તેમ ફરતાં રહે છે. હવે હું કંટાળી છું તેવું કહી ઝઘડા થાય છે. મારો કોઈ વાંક-ગુનો નથી તો પણ મશીન હોઊં તેમ વર્તવું પડે છે ને મારી આઝાદીની કોઈને પરવા નથી. મારે હવે એમની સાથે નથી રહેવું.
ચિંતાથી હોર્મોન્સમાં આવતા બદલાવથી ઝઘડા વધ્યા
હું પણ આઠ-આઠ મહિનાથી ઘર બેઠાં કામ કરૂં છું. જેવી મારી પત્નીની હાલત છે એવી જ હાલત મારી પણ છે. એક બાજુ નોકરીમાં પગારમાં ઘટાડો આવ્યો છે અને નોકરી જાળવી રાખવા માટે સતત પ્રવૃત્ત રહેવું પડે છે. પત્નીની સતત કામ કરતી હોય અને એની ચિંતા થાય એટલે સવાલ કરૂં એટલે ઊંધા આૃર્થ કરીને મારા પર આક્રોશ વ્યક્ત કર્યાં કરે છે.
આ પણ વાચો : આજે સેનેટરી પેડ્સ અને પીરિયડ્સ પર વાત થઈ રહી છે, હવે સવાલ એ ઉઠે છે કે તેનો નિકાલ કરવાની સાચી રીત કઈ છે?
પતિનો આક્રોશ આ છે
જો હું થોડો સમય મોબાઈલ પર ગેઈમ રમું કે મિત્રો સાથે વાત કરૂં તો પત્ની કકળાટ કરે છે કે, હું તમારી આટલી સેવા કરૂં છું ને મારા માટે તમારી પાસે સમય નથી. બાળકોની હાજરીમાં એટલો કકળાટ કરે છે કે હું હવે કંટાળી ગયો છું. ઘરમાં જાણે કે મારી કોઈ કિંમત જ નથી.
ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયેલા ડો. અશ્વિન જનસારી આ બાબતે કહે છે કે, સામાન્ય દિવસોની સરખામણીએ વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઘરે રહીને કામ કરતાં પતિદેવમાં રિફ્રેશમેન્ટ માટે ડીઝાયર વધે છે.
બીજી તરફ, પત્નીને પતિ ઘરે હોવાથી તેના તેમજ સંતાનો ઘરે હોય તો તેમના સમય સાચવવાની ચિંતા સાથે કામમાં વધારો થાય છે. બાળકો ઘરે હોવાથી પત્નીની સંકોચવૃત્તિમાં વધારો થાય છે. પતિ વર્કસ્ટ્રેસ અને ઓફિસ કલ્ચરના અભાવે પરેશાન થયાં હોય છે. જ્યારે, પત્ની સતત સમય સાચવીને પરેશાન હોય છે.
સેક્સ લાઈફમાં પતિના અધિકાર ભાવથી પણ પરેશાનીના કિસ્સા
આવા તબક્કે અંગત જીંદગી માણવાનો વખત આવે ત્યારે પતિ-પત્નીના વિચાર અને આનંદની અનુભૂતિમાં બદલાવ આવે છે. લાઈફ સ્ટાઈલમાં બદલાવની અસર પતિ-પત્નીની સેક્સલાઈફ પર પણ પડે છે અને એ પછી ઝઘડાની શરૂઆત થાય છે. છ મહિનાથી બીબાંઢાળ જીંદગીમાં પતિ-પત્ની બન્ને અકળામણ અનુભવે છે. સ્વાભાવિક રીતે જ પતિ સતત એવું ઈચ્છે કે પત્ની સતત તેની ચાકરી કરે.
બીજી તરફ, થાકેલી પત્ની ફ્રી ફ્લાય ન મળવાથી અકળામણ અનુભવે છે. આ સંજોગોમાં સેક્સ લાઈફમાં પતિનો અિધકારભાવ વધવા પામે છે. પત્નીના નકાર કે સંપૂર્ણ ઈન્વોલ્વમેન્ટના અભાવે પતિના મનમાં શંકા જાગે તે પછી ઝઘડાની શરૂઆત થાય છે. બન્ને સમજદારી પૂર્વક ન વર્તે તો પતિનો મેલ ઈગો અને પત્નીના ઈમોશન્સ વચ્ચેની ટક્કર ગૃહકલેશનું કારણ બની રહે છે.
આવા કિસ્સાઓમાં અનેક દંપતિ સેક્સોલોજીસ્ટની સલાહ પણ લેતાં થયાં છે. સેક્સોલોજીસ્ટનું કહેવું છે કે, બદલાયેલી જીવનશૈલી વચ્ચે પતિ-પત્નીના અંગત જીવન વિતાવવાની પદ્ધતિમાં આવેલા બદલાવના ફાયદા અને ગેરફાયદા પણ છે. મહદ્દઅંશે 40 વર્ષથી વધુ વયના પતિ-પત્નીમાં વિવાદ વધ્યાં છે. તો, યંગ કપલ્સમાં સીધી ટક્કરના અમુક કિસ્સા પણ બન્યાં છે જે અવિશ્વાસના સ્તરે પહોંચી જાય છે.
પતિ કે પત્ની દ્વારા સતત મોબાઈલ ફોનનો ઉપયોગ પણ અવિશ્વાસનું કારણ બની રહે છે. પુરૂષ વર્ષમાં આવકની ચિંતાથી સેક્સ લાઈફ પર અસર પહોંચે છે તો પત્ની પરની શંકા પણ વધી રહી છે. તો મહિલા વર્ગમાં સતત સેવા કર્યા પછી પોતાની લાગણી સમજનારૂં કોઈ નથી તે મુદ્દો વિવાદીત બને છે.
ખરેખર તો, પતિ-પત્ની બન્ને તનાવ અને ચિંતાગ્રસ્ત બનવાથી હોર્મોન્સમાં આવતાં બદલાવથી ઉત્તેજનાશક્તિને અસર પહોંચે છે. સુખી સેક્સલાઈફ માટે સ્મોકીંગ, સ્કોચ (દારૂ), સ્ટ્રેસ અને સુગર મહત્વનો હિસ્સો ભજવે છે. સેક્સ લાઈફને સુખી બનાવવા માટે આ ચાર એસ ત્યજી દઈને એકબીજાને સમજવા એ જ વર્તમાન સમયની માંગ છે.
એક વ્યકતી પાશે છે આ મોટું : આ વ્યક્તિ પાસે છે આ 5 અધધ જંગી કિંમતની વસ્તુઓ,જાણો અહી હેરતજનક ડેટા
મોબાઈલ ફોનનો અતિ વધુ ઉપયોગ અવિશ્વાસનું મેઇન કારણ છે.
(2) ઘરમાં હળવાશભર્યું વાતાવરણ રહે તેવા સહિયારા પ્રયાસ કરવા અને સાથે બેસી હળવાશની પળો માણવી
(3) એકબીજાને સમજવા અને શાંતિપૂર્ણ ચર્ચાથી ઉકેલ લાવવો જોઈએ
(4) મનગમતાં મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવું. જો કે આ સંપર્ક શંકા સર્જે તે હદે ન વધવા જોઈએ
(5) ઘરમાં બેઠાં રૂટિન કામગીરી ઉપરાંત બીજી એક્ટિવિટીમાં પણ રસ લેવો
(6) પતિ કે પત્નીએ મોબાઈલ ફોનના ઉપયોગમાં સ્વયંશિસ્ત જાળવી એકબીજા માટે સંપૂર્ણ હાજરી હોય તેવો સમય આપવો જોઈએ.
(7) બે-ચાર દિવસે પણ દંપતિએ એકલા એક-બે કલાક માટે પણ લટાર મારવી
(8) દરરોજ સવારે ઘરમાં થાય તો પણ હળવી કસરત કે યોગાનો સહારો લેવો
(9) માત્રને માત્ર મોબાઈલને બદલે માઈન્ડ ડાયવર્ટ થાય તેવી ઈત્તર પ્રવૃત્તિ કરવી
(10) સતત પ્રયાસો પછી ગૃહકંકાસ ન શમે તો કાઉન્સેલરની સાથે ચર્ચા કરવી
(11) ઘરમાં બાળકોની સતત હાજરી અને પતિની વ્યવસ્તતાનો સમય સાચવવા પ્રવૃત્ત ગૃહિણીને અન્ય સભ્યો મદદરૂપ બને
(12) પતિ કે પત્ની બન્નેએ એકબીજા પર પોતાના વિચારો થોપી દેવાથી બચવું જોઈએ
One Comment