સૌરાષ્ટ્રમાં જ નહી આખા દેશમાં પ્રસિદ્ધ છે આ મંદિર, જ્યાં ગણપતિને લખવામાં આવે છે પત્ર

સૌરાષ્ટ્રમાં જ નહી આખા દેશમાં પ્રસિદ્ધ છે આ મંદિર, જ્યાં ગણપતિને લખવામાં આવે છે પત્ર..!

અહી વાત છે એક એવા મંદિર વિષે કે જ્યાં સુખ અને દુખનો પત્ર લખીને ગણપતિ દાદાને મોકલવામાં આવે છે. તો ચાલો મિત્રો જાણીએ એ મંદિર વિષે અને તેની પાછળ આવું કરવાનું શ્રદ્ધાનું માતમ.

સૌરાષ્ટ્રમાં એક એવું મંદિર છે કે જ્યાં રૂબરૂ કોઈ માણસને મળ્યા હોય એવો અનુભવ ગણપતિ દાદાને મળ્યાનો થાય છે.આ મંદિરમાં સાક્ષતા ગણપતિ દાદાના દર્શન થાય છે એટલું પ્રસિધ્ધ છે.અહી માનસના જીવનની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ કામમાં વિઘ્ન હોય તો અહી એક નાના અમથા કસ્ઠથી થાય છે. તો તે ક્યૂ છે?

ગણપતિદાદને પત્ર લખીને ભક્તો દુખો દૂર કરે છે

તો બસ અહી મિત્રો ઉઠાવો પેન અને થઈ જાય તૈયાર ગનપતિદાદને પત્ર લખવાનું ચાલુ કરી દો.પત્ર લખો ગનપતિદાદને, જી હા મિત્રો આ વાત સાચી છે, અહી મંદિરમાં કોઈપણ પ્રશ્નના નિવાકરણ માટે ગણપતિ મહારાજને પત્ર લખવામાં આવે છે.આ મંદિરમાં ભક્તો તેની કોઈ પણ સમસ્યા હોય તો તે સમસ્યા ગનપતિદાદને પત્ર લખીને જણાવે છે.

મંદિરના પૂજારી ગણપતિદાદા સમક્ષપત્ર વાંચે છે

આ ભક્તો દ્વારા લખવામાં આવેલા પત્રોને વાંચવામાં માટે મંદિરના પૂજારીને બોલાવવામાં આવે છે.પૂજારી આ પત્રોને એક સાથે ભેગા કરીને એક પછી એક ગણપતિદાદા સમક્ષ પત્ર વાંચે છે. અને ક્યારેક પૂજારી એકલા મંદરે હોય તો પૂજારી અને ગણપતિદાદા  આમને સામને પત્ર વાંચી વાત કરે છે.અર્થાત પૂજારી પત્રની  તમામ વિગતો ગણપતિદાદાને સંભળાવે છે.

આ છે મંદિરની જૂની અને પૌરાણિક કહાની
આ મંદિરની જૂની અને પૌરાણિક કહાની કહીયે તો પાંડવો  જ્યારે વનવાસ હતા ત્યારે આ ગણપતિના સ્વરૂપથી પ્રભાવિત થઈને તેમની મૂર્તિની પુજા કરી હતી.ગણપતિદાદાનું વાહન મૂષક છે.પરતનું એવું કહેવામાં આવે છે કે આ ગણપતિએ સિંહ ની સવારી કરી હતી.એટ્લે અહીના ગણપતિ સિંહ પર બિરાજમાન છે.
કંકોત્રી સાથે ભક્તોની સમસ્યા અને દુખના પત્રો આવવા લાગ્યા છે.
ભગતગીરી નામના પૂજારી આ મંદિરની પુજા અને સેવા કરે છે. સાથે પત્રમાં લખેલી માહિતી પણ દાદાને વાંચી સંભળાવે છે. પહેલા આ મંદિરમાં લગ્ન પ્રસંગ અને સારા પ્રસંગનો પત્ર મૂકવા આવતા હતા. પરંતુ લોકોને ગણપતિદાદા ઉપર શ્રદ્ધા દ્રઢ થતી ગઈ તેથી લોકો કંકોત્રી સાથે પોતાની સમસ્યા અને દુખના પત્રો આવવા લાગ્યા છે.
ગણેસ્તોસ્વ હોય ત્યારે પત્રની સંખ્યામાં વધારો જોવા મળે છે.
પત્રમાં સુખ અને દુખ વિષે લખીને મંદિરે દ્રઢ મનોમન સાથે ભક્તો આવે છે.જોતનું પત્રમાં લખેલા સુખ અને દુખની સમસ્યાનું નિવાકરણ આ ગણપતિદાદા કરે છે. ભક્તો દ્વારા લખેલી મનની મુંજવણ અહી વાંચી સંભળાવવામાં આવે છે.અહી આ મંદિરમાં પચાસ જેટલા પત્રો આવે છે.ગણેસ્તોસ્વ જ્યારે આવે છે ત્યારે આ પત્રની સંખ્યામાં મોટા પાયામાં  વધારો જોવા મળે છે.
સૌરાષ્ટ્રમાજ નથી પરંતુ આખા દેશમાં પ્રખ્યાત છે.
આ મંદિરમાં ગણપતિદાદનો આખો પરિવાર પણ છે જેથી મંદિરની ચાહના પણ ભક્તો દ્વારા ખૂબ રહેલી છે. સાથે સાથે ગણપતિદાદા ભક્તોના તમામ કાર્ય પૂર્ણ કરે છે. આ મંદિરની આ ઘટના સૌરાષ્ટ્રમાજ નથી પરંતુ આખા દેશમાં પ્રખ્યાત છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.