કિસાન સૂર્યોદય યોજના : બીજા તબક્કાનો કાલે આ શહેરમાં શુભારંભ..!
સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે રાજ્યભરમાં હાલમાં ૧૦૫૫ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવવા ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો ૦૩ જાન્યુઆરી રવિવારના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગીરસોમનાથ જિલ્લાના ઉના ખાતેથી શુભારંભ કરેલ છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના વધારાના ૧૦૯ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે…

સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે
રાજ્યભરમાં હાલમાં ૧૦૫૫ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવવા ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો ૦૩ જાન્યુઆરી રવિવારના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગીરસોમનાથ જિલ્લાના ઉના ખાતેથી શુભારંભ કરેલ છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના વધારાના ૧૦૯ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે
યોજનાના બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ૭૫, ગીર ગઢડામાં ૨૧ તેમજ કોડીનાર તાલુકાના ૧૩ એમ કુલ ૧૦૯ ગામોને આજથી દિવસે વીજપુરવઠો આપવામાં આવશે.
આ પ્રસંગે ઉના ખાતે ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ વાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદશ્રી રાજેશભાઇ ચૂડાસમા, ધારાસભ્યશ્રીઓ, મહાનુભાવો, અધિકારીઓશ્રી અને ખેડૂતશ્રીઓ ઉપસ્થિત રહેશે
કિસાન સૂર્યોદય યોજનાની વિશેષતાઓ ખેડૂતોને હવે દિવસે વીજળે મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુકિત, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ
લાઇટ માટે રાહત : આપડા દેશની ગજબની યોજના છે આ, આટલું કરી લો 25 વર્ષ સુધી લાઈટ બિલ નહીં ભરવું પડે..!
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ તા. ૨૪.૧૦.૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઠમાં ૨૨૦, ગીર સોમનાથમાં ૧૪૩ તેમજ દાહોદ જિલ્લાના ૬૯૨ એમ કુલ ૧૦૫૫ ગામોના ખેડૂતોને વીજ પુરવઠો દિવસે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ યોજના માટે રાજ્ય સરકારે રૂ. ૩૫૦૦ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમીશન લાઇનો તથા ૨૨૦ કેવીના ૯ નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરાશે
One Comment