સ્પર્શ શાહ

135 ફ્રેક્ચર હોવા છતાં, આખું અમેરિકા ગજવે છે આ ગુજરાતી ટેણીયો..!

અહી એવી વાત છે કે જેના બને હાથના 30 હાડકાં તૂટેલા હોય અને બને પગમાં 60-60 ફ્રેક્ચર હોય પડીનાહાડકાં સેકેલા પાપડની જેમ ભાંગી તૂટી ગયા હોય,પોતાના શરીરમાં ઓગણીસ – ઓગણીસ સ્ક્રૂ અને બે બે સ્ટીલના સળિયાના ટેકે માંડ માંડ બેસી સકાતું હોય અને એમ કરીને ટોટલ 135 ફ્રેક્ચર હોવા છતાં 14 વર્ષનો આ ગુજરાતી ટેણીયો કરોડો રૂપિયા કમાય હોય એ વાત કોઈના માન્યમાંના આવે ખરી? પણ અહી આ બધી વાત સોએ સો ટકા તદન સાચી છે.

135 ફ્રેક્ચર હોવા છતાં, આખું અમેરિકા ગજવે છે આ ગુજરાતી ટેણીયો

વાત જાણે એમ છે કે આજથી ચૌદ વર્ષ પહેલા મૂળ સુરતમાં અને હાલ અમેરિકા વસતા હિરેન શાહ અને જિગીસા શાહ ગુજરાતી દંપતીને ત્યાં બટકના હાડકાંની બીમારી સાથે એક બાળકનો જન્મ થયો. તેનું નસીબતો જોવો જન્મતા ની સાથે જ બાળકના શરીરમાં 40 ફ્રેક્ચર હતા અને ડોકટોરે કહી દીધું કે આ બાળક 2 3 દિવસથી વધારે નહીં જીવી શકે.

135 ફ્રેક્ચર હોવા છતાં, આખું અમેરિકા ગજવે છે આ ગુજરાતી ટેણીયો

હવે ડોક્ટરની આ વાત સાંભળીને માં અને બાપ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા જાણે એમના પીઆર આફતના વાદળાં તૂટી પડ્યા હોય, પગ નીચેથી જમીન સરકી ગય હોય.અરેરે ભગવાન ! આ તે શું કર્યું ? ક્યાં જન્મના પાપ દેખાડશો અમને ? જીવનની કેવી આકરી કસોટી નાખી અમારી ઉપર?

પણ કહેવાય છે ને જીવન મરણની દોરી બે હાથ વાળા ડોક્ટરના હાથમાં નથી પણ એ તો ઉપર વાળાના હાથમાં હોય છે. બધાના આચર્ય વચ્ચે આ બાળક જીવી ગયું.માં બાપના જીવમાં જીવ આવ્યો. અમેરિકાના ડોકટોરે ટ્રીટમેંટ ચાલુ કરી અને કહિયું બાળકને 6 મહિના સુધી હાથ નહીં લગાડીશકો.

આ પણ વાચો : એવોર્ડ વિજેતા ગૌ-પાલકની પ્રેરણાદાયક કહાણી, જેણે ગૌ-પાલનથી કરી લાખોની કમાણી..!

નવ દંપતીએ નવું જીવન આપવા લાગણીના ઘોડા પર કાબૂ રાખ્યો

આ ગુજરાતી નવ દંપતીએ નવું જીવન આપવા લાગણીના ઘોડા પર કાબૂ રાખ્યો. ત્યારબાદ બાળકની દેખરેખ રાખી. આ બાળકનું નામ છે સ્પર્શ હિરેન પ્રફુલચંદ્ર શાહ. 14 વર્ષની ઉમરે અમરેરિકનો ઊગતો રેપ સિંગર અને શાઈનિંગ મોટિવેશન સ્પીકર બની ગયો છે. અને કરોડો રૂપિયાની કમાણી કરવા લાગ્યો છે.

શાસ્ત્રીય સંગીત સાથે બોલિવૂડના હિન્દી ગીતો પણ જાણે છે. અમમેરિકા, કેનેડા, અને યુરોપના દેશોમાં સંગીતની મહેફિલો ગજાવે છે. યુટ્યુબ માં સ્પર્શ શાહ ચેનલ પણ ચલાવે છે. રેડિયો અને ટેલિવિઝન પર લાઈવ પ્રોગ્રામ આપે છે. કેન્સરના દર્દીઓ માટે ફાળો ભેગો કરે છે.

સમગ્ર વિશ્વના વિકલાંગો માટે પ્રેરણા રૂપ

માત્રને માત્ર મજબૂત મનોબળ થી આ બધુ શક્ય બન્યું છે. “જુકતી હે દુનિયા, જુકાને વાલાં ચાહીએ” અસલમા સ્પર્શને ઓસ્ટીયોજેન્સિસ ઇન્ફ્રેક્તા નામની બીમારી જન્મથી જ છે. આ બીમારીમાં હાડકાં એક્દમ નરમ અને નાજુક હોય છે આવા દર્દીએ આખી જિંદગી પથારીમાં ક વ્હીલ ચેરમાં પસાર કરવી પડે છે.

30 40 ફ્રેક્ચર સાથે જન્મેલા સ્પર્શને બીજા 100 જેટલા ફ્રેક્ચર થય ચૂક્યા છે. આવી ખતરનાક બીમારી સામે મક્કમ થી લડતા લડતા સફળતાના પગથિયાં ચડતો જાય છે.જે સમગ્ર વિશ્વના વિકલાંગો માટે પ્રેરણા રૂપ છે.

મન હોય તો માળવેજ નહીં મંગળ પર પણ જવાય

સ્પર્શના હાડકાં બાક્સની સળી જેમ બતક્ણા છે પરંતું બુલંદીઓને આંબવાના ઈરાદા લોખંડ કરતાં પણ મજબૂત છે. ” If there is will, there is a way “. આ કિશોરને એક બાજુ ભગવાને બીમારી આપી તો બીજી બાજુ મગજ શક્તિનું અણમોલ વરદાન, ચાનકય જેવી ચતુરાય, તો બિરબલ જેવી બુદ્ધિ સાથે ગજબનો IQ ધરાવે છે આ કિશોર.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.