સ્કૂલબેગમાં બુક્સને બદ્લે એવું મળ્યું કે, પોલિસ પણ જોતી રહી ગઈ
કુતિયાણા પોલીસ સ્ટેશનની હદમાં હથિયારધારાનો ગુનો નોંધાયો હતો. તેવા એક આરોપીની જામનગર જેલમાંથી કબ્જો લીને રીમાન્ડ લેવામાં આવતા તેણે રાણાવાવના એક શખ્સ પાસેથી ચાર ઘાતક હથિયાર લીધાની કબુલાત કરતા અને તે હથિયાર ભોરાસરની સીમમાં ખાડો ખોદી સ્કૂલ બેગમાં છુપાવ્યા હોવાનું જણાવતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતા અને હથિયાર કબ્જે કર્યા હતાં. કેસની વિગત એવી…

કુતિયાણા પોલીસ સ્ટેશનની હદમાં હથિયારધારાનો ગુનો નોંધાયો હતો. તેવા એક આરોપીની જામનગર જેલમાંથી કબ્જો લીને રીમાન્ડ લેવામાં આવતા તેણે રાણાવાવના એક શખ્સ પાસેથી ચાર ઘાતક હથિયાર લીધાની કબુલાત કરતા અને તે હથિયાર ભોરાસરની સીમમાં ખાડો ખોદી સ્કૂલ બેગમાં છુપાવ્યા હોવાનું જણાવતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતા અને હથિયાર કબ્જે કર્યા હતાં.
કેસની વિગત એવી હતી કે કુતિાયણા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા સહિતની કલમો હેઠળ જે ગુનો તાજેતરમાં નોંધાયો હતો તે બાબતે એલસીબી પીએસઆ એન.એમ. ગઢવી દ્વારા આરોપી રાજશી માલદેભાઈ ઓડેદરા (ઉ.૪૭, રે. રાણાવાવ)ની જામનગરથી ટ્રાન્સફર વોરંટ મેળવી રીમાન્ડ મેળવી હતા.
રીમાન્ડ દરમિયાન આરોપીની કડક પૂછરપછ કરતા પિસ્તોલ સિવાયના અન્ય માર્કા વગરની એક પિસ્તોલ, દેશી બનાવટની માર્કા વગરની રિવોલ્વર-બે અને દેશી હાથ બનાવટનો લોખંડની નાળવવાળો તમંચો છે જે ચારેય હથિયારન કિંમત રૂા. ૩૧ હજારની રાણાવાવ ગામની બોરાસર સીમમાં પાણીના અવેડાથી થોડે આગળ વાડીની બાજુમાં બાવળની નીચે ખાડામાંથી એક સ્કૂલ બેગમાંથી કાઢી બતાવતા પંચનામુ કરી કબ્જે કરેલ હતાં.
આ પણ વાચો : લઈલ્યો બેગ થઈ જાવ તૈયાર, રાજ્યમાં આ તારીખથી બાળકો કરશે સ્કૂલમાં કિલ્લોલ..!
ચારેય હથિયારો બાબતે આરોપીને પૂછતા પોતાને આશરે દસેક મહિના પહેલા આરોપી એભા ઉર્ફે ભના જેઠાભાઈ ચાવડા (રહે. ગોપાલપરા-રાણાવાવ)એ આપેલાનું જણાવતા તે અંગે કાયદેસરની કાર્યવાહી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયેલ છે.
One Comment