લ્યો કરો વાત, બેબોને આવ્યા જૂના દિવસો, તસવીર શેર કરીને કહ્યું ફરી ક્યારે જિન્સ પહેરીશ ?

કરીના કપૂર હાલ પ્રેગ્નેન્સીના સમયગાળાને મન ભરીને માણી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ જોવા મળે છે.

ગયા વર્ષે સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરનારી મોમ-ટુ-બી કરીના ખાસ્સી એક્ટિવ રહે છે. તે પતિ સૈફ અલી ખાન સાથે બીજા બાળકની રાહ જોઈ રહી છે. જ્યારે પણ તે ઘર બહાર નીકળે છે ત્યારે પ્રેગ્નેન્ટ મહિલાઓને મેટરનિટી ફેશન ગોલ્સ આપતી રહી છે. બેબોએ હવે ફોટો શેરિંગ એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે જિન્સમાં જોવા મળી રહી છે અને આ સાથે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, તે આને ફરીથી ક્યારે પહેરી શકશે.

કરીના કપૂર

તસવીરમાં, કરીના પીળા ટી-શર્ટ અને રિપ્ડ જિન્સ અને કૂલ સનગ્લાસિસમાં જોઈ શકાય છે. તેણે પોતાના લૂકને બન અને સફેદ સ્નીકર્સથી પૂરો કર્યો છે. તસવીરની સાથે તેણે લખ્યું છે કે, ‘હું ફરીથી મારું જિન્સ ક્યારે પહેરીશ?’. આ સાથે તેણે કેટલાક ઈમોજી પણ શેર કર્યા છે.

હાલમાં, કરીનાએ પોતાની એક સ્ટનિંગ મોનોક્રિમ તસવીર શેર કરી હતી. જેમા તેણે બ્લેક થાઈ-હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો. સાથે તેણે સ્ટાઈલિશ હીલ્સ પહેરી હતી અને કાઉચ પર બેસીને પોઝ આપ્યો હતો. આ સાથે તેણે તે બાળકના આગમનની કેવી રીતે રાહ જોઈ રહી છે તેની હિંટ આપી હતી.

અગાઉ, બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં બેબોએ બીજી વખતની પ્રેગ્નેન્સી વિશે વાત કરી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવાનું શું તારું પ્લાનિંગ પહેલાથી હતું? તેમ પૂછતાં તેણે કહ્યું કે, ‘મારે આ કરવાનું છે અથવા પેલું કરવાનું છે તેવી યોજના ક્યારેય હોતી નથી.

માત્ર હું તેવા પ્રકારની વ્યક્તિ નથી, જેને ઘરે બેસવાનું ગમે છે. મારે જે કરવું છે તે કરી રહી છું. કામ કરવાની વાત આવે છે ત્યારે પ્રેગ્નેન્સી દરમિયાન હોય કે પછી ડિલિવરી બાદ-પોઈન્ટ એ છે કે કોઈએ ક્યારેય કહ્યું કે પ્રેગ્નેન્ટ મહિલાઓ કામ ન કરી શકે? હકીકતમાં, તમે જેટલા એક્ટિવ રહેશો, એટલું જ તમારું બાળક હેલ્ધી રહેશે અને માતા ખુશ રહેશે.

ડિલિવરી બાદ પણ જ્યારે તમે પોતાને ફિટ સમજો ત્યારે બાળક, તમારા કામ અને પોતાના માટે બેલેન્સ કરવાનું ટ્રાય કરવું જોઈએ. એક વર્કિંગ માતા હોવાનું મને હંમેશા ગૌરવ થાય છે’.વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન સાથે જોવા મળશે. ન્યૂ નોર્મલની વચ્ચે તેણે શૂટિંગ પતાવ્યું હતું. આ સિવાય તેની પાસે કરણ જોહરની તખ્ત પણ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.