Whatsappને પોતાની મનમાંની મોંઘી પડી, કારણ જાણી તમે પણ ડિલીટ કરી નાખશો..!
દુનિયાની સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, વોટ્સએપ એ તેની પ્રાઈવસી પોલિસીને 8 ફેબ્રુઆરીથી અપડેટ કરી અમલમાં મૂકશે. આ પ્રાઈવસી પોલિસી . ઘણા યુઝર્સ વોટ્સએપની નવી નીતિથી નાખુશ છે, જેના કારણે યુઝર્સ WhatsApp નો વિકલ્પ શોધવા લાગ્યા છે. નહીં તો તેઓએ તેમનું એકાઉન્ટ ડીલીટ કરવું પડશે. આ વચ્ચે ” Signal ” એપની લોકપ્રિયતા વધી છે….

દુનિયાની સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, વોટ્સએપ એ તેની પ્રાઈવસી પોલિસીને 8 ફેબ્રુઆરીથી અપડેટ કરી અમલમાં મૂકશે. આ પ્રાઈવસી પોલિસી . ઘણા યુઝર્સ વોટ્સએપની નવી નીતિથી નાખુશ છે, જેના કારણે યુઝર્સ WhatsApp નો વિકલ્પ શોધવા લાગ્યા છે. નહીં તો તેઓએ તેમનું એકાઉન્ટ ડીલીટ કરવું પડશે. આ વચ્ચે ” Signal ” એપની લોકપ્રિયતા વધી છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ “એલોન મસ્કે “ટ્વિટ કરીને તેમના ફોલોઅર્સને સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. મસ્કના આ ટ્વીટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. આ ટ્વિટને 2.7 લાખથી વધુ લોકોએ પસંદ કર્યું છે અને 32 હજારથી વધુ લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યા છે.

ભારતમાં Signal એ WhatsApp ને પાછળ ધકેલ્યું
વોટ્સએપની આ નવી પોલીસીએ વોટ્સએપ વપરાશકર્તાઓને તાણાવમાં મુક્યા છે અને હવે લોકો પ્રાઇવેસી ફોકસ એપ ” Signal ” તરફ વળી રહ્યા છે. હવે આ એપ્લિકેશન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં એપલના એપ સ્ટોરમાં ટોચની ફ્રી એપ્લિકેશન બની ગઈ છે. ભારતમાં Signal એ WhatsAppને પાછળ છોડી પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું છે. Signalએ એપલ એપ સ્ટોરમાં ટોચની ફ્રી એપ્લિકેશનોના ચાર્ટને ટ્વિટ કર્યું. તે જોઇ શકાય છે કે એપ્લિકેશન નંબર વન પર છે.

” સિગ્નલ એપ્લિકેશન ” 2014 માં શરૂ કરવામાં આવી હતી
ફેસબુક દ્વારા ખરીદાયા પછી, WhatsApp ના સહ-સ્થાપક બ્રાયન ઍક્ટને સિગ્નલ ફાઉન્ડેશનની રચના કરી છે. સિગ્નલ એપ્લિકેશનનું માલિકી સિગ્નલ ફાઉન્ડેશન અને સિગ્નલ મેસેન્જર LACની છે. તે વર્ષ 2014 માં શરૂ કરાઈ હતી. હાલમાં, સિગ્નલ એપના સીઈઓ મોક્સી માર્લિન્સપાઇક છે. આ એપ્લિકેશનની ટેગલાઇન ‘Say Hello to Privacy’ છે.
signal અને Whatsapp વચ્ચે શું શું તફાવત છે રહેલો ?
(1) સિગ્નલ એપ્લિકેશન કોઈ પણ રીતે યુઝરનો ડેટા એકત્રિત કરતી નથી
(2) જ્યારે Whatsapp એ હવે યુઝર ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.
(3 )સિગ્નલ એપ્લિકેશન ફક્ત યુઝર્સનો મોબાઇલ નંબર લે છે,
(4) જ્યારે વોટ્સએપ તમામ ડેટા, ફોન નંબર, સંપર્ક સૂચિ, સ્થાન, મેસેજ એકઠા કરે છે.
સિગ્નલ એપના ફીચર્સ શું શું છે?
(1) આ એપ તમામ યુઝર્સ માટે તદન ફ્રી છે.
(2) મેઈન કે કંપની તમારા ડેટાનો એક્સેસ કરી શકતી નથી.
(3) Whatsappની જેમ સિગ્નલમાં પણ ‘ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ’ રહે છે,
(4) એટલે જો તમે Whatsappની નવી પોલિસીમાં હજુ NOT NOW ઓપ્શન સિલેક્ટ કર્યું છે અને તમે તમારી પ્રાઇવસી માટે કન્સર્ન છો તો આ એપ સારો વિકલ્પ છે.
(5) પ્રાઇવસી કમિટેડ આ એપમાં તમારા વોઈસ ઓડિયો, સ્ટિકર, અટેચમેન્ટ, પ્રોફાઈલ ફોટો અને લોકેશન પિન સહિતની ડિટેલ ઈન્ક્રિપ્ટેડ રહે છે.
(6) સિગ્નલ એપમાં પણ Whatsappની જેમ જ યુઝર્સ અન્ય યુઝર્સને મેસેજ મોકલી શકે છે.
(7) ઓડિયો અને વિડિયો કોલ કરી શકે છે, સાથે જ ફોટો, વિડિયો અને લિંક્સ પણ શેર કરી શકે છે.
(8) તાજેતરમાં જ એમાં ગ્રુપ વિડિયો કોલિંગ ફીચર પણ ઉમેરાયું છે. જોકે હાલ તેની લિમિટ 150 મેમ્બર્સની છે.
સિગ્નલ એપ 7 પ્રકારની પરમિશન માગે છે, પરંતુ કંપનીએ યુઝરનો ડેટા એક્સેસ કરવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સિગ્નલ એપની પ્રાઇવસી પોલિસી પ્રમાણે, એ યુઝરનો કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી.
આ પણ વાચો : ફેસબુક પર કોઇના વિશે ટીકા કરવી ભારે પડશે, જાણો અહી એક મામલો…!
ચેટ બેક અપ ખુબજ સિક્યોર છે
Whatsapp ની જેમ સિગ્નલ એપમાં ચેટ બેક અપ થર્ડ પાર્ટી એપ પર પોસિબલ નથી અર્થાત જો તમે એક વાર તમારો ફોન ખોઈ નાખ્યો તો તમારી ચેટનું બેકઅપ આઈક્લાઉડ કે પછી ગૂગલ ડ્રાઈવથી લઈ શકશો નહિ. જોકે એપ ફોનમાં જ ઈન્ક્રિપ્ટેડ ચેટ સેવ કરે છે. તેનો એક્સેસ માત્ર યુઝર્સ પાસે જ રહેશે. એપ એટલી હદે સિક્યોર છે કે તે તમારી કોન્ટેક્ટ ડિટેલ પણ તેના સર્વર પર સેવ કરતી નથી.
આ છે Whatsappની નવી પોલિસી જાણો અહી
8 ફેબ્રુઆરી, 2021થી અપડેટ પોલિસીમાં અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે Whatsappના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.
One Comment