આ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી, કેન્દ્ર સરકારનો જવાબ..!
કોરોના સંક્રમણને રોકવા અને તેને ફેલાતો અટકવા માટે કેન્દ્ર સરકારે પણ તમામ લોકોને માસ્ક ધારણ કરવા ગાઈડ લાઇન જારી કરી છે. પરંતુ અહી વાત છે કોઈક વ્યક્તિ કારમાં એકલી મુસાફરી કરી રહી હોય તો પણ તેના માટે માસ્ક ધારણ કરવું અનિવાર્ય છે? આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટમાં સોગંદનામું…

કોરોના સંક્રમણને રોકવા અને તેને ફેલાતો અટકવા માટે કેન્દ્ર સરકારે પણ તમામ લોકોને માસ્ક ધારણ કરવા ગાઈડ લાઇન જારી કરી છે. પરંતુ અહી વાત છે કોઈક વ્યક્તિ કારમાં એકલી મુસાફરી કરી રહી હોય તો પણ તેના માટે માસ્ક ધારણ કરવું અનિવાર્ય છે?
આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જવાબ આપ્યો છે કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે કે અમારી તરફે આવી કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. એટલે કે, જો કોઈ વ્યક્તિ કારમાં એકલા મુસાફરી કરે છે, તો પછી માસ્ક પહેરવું ફરજિયાત નથી.
દિલ્હીમાં માસ્ક ધારણ ના કરનારા લોકોનું રૂપિયા ૨,૦૦૦નું ચલણ કાપવામાં આવે છે
હકીકતે દિલ્હીમાં એકલા કારમાં ડ્રાઇવ કરતી વખતે પણ માસ્ક ધારણ ના કરનારા લોકોનું રૂપિયા ૨,૦૦૦નું ચલણ કાપવામાં આવે છે. તે પહેલાં રૂપિયા ૫૦૦નું ચલણ કપાતું હતું. દિલ્હીમાં બંધ કારમાં એકલા સફર કરી રહેલા કેટલાક વકીલોના ચલણ પણ કપાયા હતા. તે પછી તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે બંધ કારમાં એકલા સફર કરી રહેલી વ્યક્તિનું ચલણ કાપવું ગેરકાયદે હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાચો : ઉત્તરાયણના નિયમો : માસ્ક પહેરી પતંગ ચગાવવા પડશે, અને મ્યૂઝિક જરાય વગાડી નહીં શકાય,આ તો ભારે કરી..!
આ અરજીઓની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ, દિલ્હી સરકાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આરોગ્ય મંત્રાલયને નોટિસ ફટકારી હતી અને જવાબ માટે સમન્સ પાઠવ્યું હતું. જેના જવાબમાં કેન્દ્ર સરકાર હાઇકોર્ટમાં આ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરીએ, દિલ્હી હાઈકોર્ટ હવે એવી અરજીઓ પર સુનાવણી કરશે કે દાવો કરવામાં આવે કે બંધ કારમાં ચલણ કાપવા ગેરકાયદેસર છે.
One Comment