આ વ્યક્તિ પાસે છે આ 5 અધધ જંગી કિંમતની વસ્તુઓ,જાણો અહી હેરતજનક ડેટા
અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન એવા મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન કાર પાર્ક થઇ શકે એવી સુવિધા, અકલ્પનીય સુવિધાઓ, નોકરો અને સિક્યુરીટીથી અંબાણીનું એન્ટિલિયા સજ્જ છે. આ જબરદસ્ત અને આસમાની કિંમતના એન્ટિલિયા ઉપરાંત પણ મુકેશ…

અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન એવા મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન કાર પાર્ક થઇ શકે એવી સુવિધા, અકલ્પનીય સુવિધાઓ, નોકરો અને સિક્યુરીટીથી અંબાણીનું એન્ટિલિયા સજ્જ છે. આ જબરદસ્ત અને આસમાની કિંમતના એન્ટિલિયા ઉપરાંત પણ મુકેશ અંબાણી પાસે એવી અબજોની કિંમત ધરાવતી વસ્તુઓ છે, જેના વિશે ઘણા ખરા લોકો અજાણ છે. આ અત્યાધુનિક, ફેશનેબલ અને અરબ-ખરબની જબરદસ્ત કિંમતની વસ્તુઓ વિશેની અજાણી માહિતી વાંચીને નવાઇ લાગવાનો સંભવ ખરો.!
વાંચો મુકેશ અંબાણી પાસે રહેલ અત્યંત કિંમતી એવી 5 વસ્તુઓની યાદી સાથેનો ડેટા
(1) બોઇંગ બિઝનેસ જેટ 2
આ તેમનું એક પર્સનલ જેટ વિમાન છે.કદાવર દેહ ધરાવતું આ જમ્બો જેટ મુકેશ અંબાણીએ તેમના અંગત વપરાશ માટે ૨૦૦૭માં લીધું હતું.આ બોઇંગ જેટમાં ૭૮ મુસાફરો સવારી કરી શકે છે.કોકપિટ અને પેસેન્જર સ્પેસ સહિત ૧૦૦૪ સ્કવેર ફીટનો ઘેરાવો ધરાવતા આ વિમાનમાં હોટલની અદ્યતન સુવિધાઓ પણ છે.
(2) એરબસ 319 કોર્પોરેટ જેટ વિમાન
મુકેશ અંબાણી પાસે રહેલ કોર્પોરેટ જેટ પ્રકારનું AirBus 319 ૨૫ મુસાફરનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. વળી આ જેટ વિમાન અનેક ભવ્ય સુવિધાઓથી સજ્જ છે.વિશાળ મનોરંજન કેબિન ધરાવે છે.
(3) સમુદ્રમાં તરતો આલિશાન મહેલ
તેનીઆ આલિશાન મિલકત વિશે વિચારતા રોમાંચક લાગણીઓ થઇ આવે,સમુદ્રમાં તરતો મહેલ? મુકેશ અંબાણી આ યાટ નામના મહેલના માલિક છે. આ મહેલ સોલર ગ્લાસની છત વડે સુશોભિત અને સજ્જ છે. જે ૫૮ મીટર પહોળી અને ૩૮ મીટર લાંબી છે. આ મહેલ ત્રણ તુતક ધરાવે છે. Yacht એ એક પ્રકારનું આલિશાન એન્ટિલિયા જ છે. જો કે,એન્ટિલિયા જેટલી જંગી મિલકત અહિં નથી પણ મનોરંજન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓથી યાટ સમૃધ્ધ છે. અંબાણીના આ તરતા મહેલ વિશે કહેવાય છે કે,તે સો મિલયન ડોલરની કિંમતનો છે.
આવાચી ને જાણ વ મળશે : વર્ક ફ્રોમ હોમ પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસમાં વધારો, વાંચો એક અહેવાલ અહી..!
(4) મોબેક 62
આ મોંઘીદાટ લક્ઝરી કાર ખરીદનાર મુકેશ અંબાણી ભારતના પ્રથમ વ્યક્તિ છે. તેમણે તેમની પત્ની નીતા અંબાણીના જન્મદિવસ પર આ કારની ખરીદી કરી હતી.મોબેક 62 નામક આ કાર ૨૫૦ કિ.મી.પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ છે. અને માત્ર ૫.૪ સેકન્ડના નજીવા સમયમાં તે શૂન્યથી ૧૦૦ કિ.મી.પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ કાર માટે ૧ મિલિયન ડોલર ખર્ચ્યા હતાં.
(5) BMW 760Li
અંબાણીના કાર કલેક્શનમાંની આ સૌથી મોંઘી કાર છે.જેની કિંમત ૮.૫ કરોડની અધધધ…કહી શકાય તેવી છે. આ કાર અત્યંત વૈવિધ્યપૂર્ણ સવલતોથી સજ્જ છે.બુલેટ પ્રુફ હોવા ઉપરાંત આ કાર સાથે Z કેટેગરીની સિક્યોરીટી રાખવામાં આવે છે. આ કારમાં સુરક્ષા માટે હથિયારો પણ રાખવામાં આવેલ છે, જેના માટે અંબાણી ૧.૬ કરોડની તગડી રજીસ્ટ્રેશન ફી ચુકવેલ છે. એક અહેવાલ પ્રમાણે, આ કાર માટે ચુકવવામાં આવેલ રજીસ્ટ્રેશન ફી ભારતમાં સૌથી વધારે છે અને એ બાબતે આ એક નેશનલ રેકોર્ડ છે.
One Comment