નેશનલ પેન્શન સ્કીમમાં કરો રોકાણ, અને મેળવો દર મહિને 61 હજાર રૂપિયા
પત્નીને ભવિષ્યમાં કામ લાગે એવી ભેટ આપો આ વર્ષે કરવા ચૌથ પર તમે તમારી પત્નીને કોઈ ગિફ્ટ આપવા માંગો છો તો તમારી પાસે સારી તક આવી છે. આ વર્ષે પત્નીને ગોલ્ડ અથવા મોંઘા ગિફ્ટ નહીં પણ ભવિષ્યમાં કામ લાગે એવી ભેટ આપો. તમારી પત્નીને આત્મનિર્ભર બનાવવા અને તેને દર મહિને રેગ્યુલર ઈન્કમ આવે તે માટે…

પત્નીને ભવિષ્યમાં કામ લાગે એવી ભેટ આપો
આ વર્ષે કરવા ચૌથ પર તમે તમારી પત્નીને કોઈ ગિફ્ટ આપવા માંગો છો તો તમારી પાસે સારી તક આવી છે. આ વર્ષે પત્નીને ગોલ્ડ અથવા મોંઘા ગિફ્ટ નહીં પણ ભવિષ્યમાં કામ લાગે એવી ભેટ આપો. તમારી પત્નીને આત્મનિર્ભર બનાવવા અને તેને દર મહિને રેગ્યુલર ઈન્કમ આવે તે માટે સરકારની નેશનલ પેન્શન સ્કીમમાં ઈન્વેસ્ટ કરો.પત્નીના નામે ન્યૂય પેન્શન સિસ્ટમ (એનપીએસ) ખાતું ખોલાવી શકો છો. એનપીએસ ખાતુ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર પૂરી થવા પર લમસમ રકમ આપશે. સાથે જ દર મહિને પેન્શન તરીકે પણ ઈન્કમ ચાલુ રહેશે. એનપીએસ ખાતાની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે,તમારી પત્નીને દર મહિને કેટલી પેન્શન મળશે. સાથે જ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર બાદ પૈસા માટે કોઈના પર નિર્ભર રહેવું નહીં પડે.
પત્નીનું એકાઉન્ટ આ રીતે ખોલાવો
તમે એનપીએસમાં તમારી સુવિધા પ્રમાણે દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરાવી શકો છો. તમે 1000 રૂપિયાથી પણ પત્નીના નામે એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો.
નવા નિયમો હેઠળ તમારી પત્નીની 65 વર્ષની ઉમર સુધી પણ આ ખાતુ ચાલુ રાખી શકો છો.
ખેડૂત માટે મોટા સમાચાર : Budgetની કાગડોળે રાહ જોતાં ખેડૂતોને ભેટ, વધસે PM Kisan Samman Nidhiની રકમ જાણો પૂરી માહિતી
આ સ્કીમમાં કોણ જોડાઈ શકે ?
એનપીએસમાં 18થી 60 વર્ષની ઉંમરની વચ્ચેના કોઈપણ નોકરિયાત લોકો જોડાઈ શકે છે.
એનપીએસમાં બે પ્રકારના ખાતા હોય છે. Tier-I અને Tier-II. Tier-I એક રિટાયરમેન્ટ ખાતું હોય છે, જે દરેક સરકારી કર્મચારીઓએ ફરજિયાત ખોલાવવું પડે છે.
જ્યારે Tier-II એક વોલેન્ટરી ખાતુ હોય છે. જેમાં કોઈપણ નોકરિયાત વ્યક્તિ રોકાણ કરી શકે છે અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે.
આ રીતે મળશે મહિને 60 હજાર રૂપિયા પેન્શન
જો તમે આ સ્કીમમાં 25 વર્ષી ઉંમરે જોડાવો છો તો 60 વર્ષની ઉંમર સુધી એટલે કે 35 વર્ષ સુધી તમને દર મહિને 5000 રૂપિયા સ્કીમમાં જમા કરાવવા પડશે. તમે આટલા વર્ષમાં કુલ 21 લાખ રૂપિયાનું રોકાણ કરશો. એનપીએસમાં કુલ રોકાણ પર અંદાજિત 8 ટકા રિટર્ન મળે તો કુલ કોર્પસ 1.15 કરોડ રૂપિયા થશે. જેમાંથી 80 ટકા રકમથી એન્યુટી ખરીદીએ છે તો તે વેલ્યૂ લગભગ 93 લાખ રૂપિયા થશે. લમ્પ સમ વેલ્યૂ પણ 23 લાખ રૂપિયા જેટલી થશે. એન્યુટી રેટ 8 ટકા હોય તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 61 હજાર રૂપિયા પેન્શન મળશે. સાથે જ 23 લાખ રૂપિયાનું ફંડ પણ મળશે.
One Comment