આ સ્ટાર ખુલ્લેઆમ ખેડૂતોની પડખે ,હવે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું

આ સ્ટાર ખુલ્લેઆમ ખેડૂતોની પડખે, હવે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું

ઘણા દિવસોથી ચાલી રહ્યા નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂત આંદોલનને લઈને પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પછી હવે એક ઓર પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ પણ ટ્વીટ કરી ખેડૂત આંદોલન અંગે એલાન કરી દીધું છે અને ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે.

ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓનાં ટ્વીટ પૂર જડપે

એવું લાગે છે કે જેમ જેમ દેશમાં ઉગ્ર આંદોલન વધી રહ્યું છે તેમ તેમ આ ખેડૂત આંદોલન પણ સૌકોઇની નજર ચાંપીને બેઠી છે કે ક્યારે બધુ સાંત થાય. સાથે સાથે સતત વિદેશી હસ્તીઓનાં ટ્વીટ પણ પૂર જડપે આવી રહ્યાં છે અને તેઓ ખેડૂત આંદોલનને લઈને પોતાનું સમર્થન દર્શાવી રહ્યા છે.

મિયાં ખલીફાએ બે ટ્વીટ કર્યાં છે. તેણે ખેડૂત આંદોલનને લઈને ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું હતું, ‘માનવાધિકાર ઉલ્લંઘનો પર આ શું ચાલી રહ્યું છે ?અને નવી દિલ્હી આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ પ્રતિબંધિત કરી દીધું છે’.

https://twitter.com/miakhalifa/status/1356827705161879553?s=20

ખેડૂત આંદોલનને લઈને ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ થયો છે. અગાઉ અમેરિકન પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કર્યાં હતાં, જેના પછી હવે પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ પણ ભારતીય ખેડૂતોને સમર્થન આપવાની વાત કરી છે. તેનું આ ટ્વીટ અત્યારે કરોડો લોકોના મોઢે ચર્ચા રૂપે જોરદાર વાઇરલ થઈ રહ્યું છે.

આ પણ વાચો : બજેટ બોલ્યું ગાડી,મોબાઈલ ખરીદવા ખિસ્સું ઢીલું રાખવું જાણો શું સસ્તું શું મોંઘું થયું

મિયાં ખલીફાએ આ પછી બીજા ટ્વીટમાં લખ્યું, ‘ મને આશા છે કે પુરસ્કારોની મોસમમાં તેમની અવગણના ક્યારેય નહીં કરવામાં આવે. હું ખેડૂતોની સાથે છું’.

અગાઉ પણ રિહાના અને થનબર્ગનાં ટ્વીટનો કંગનાએ આપ્યો જવાબ

પોપ સિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનાં ખેડૂતોને સમર્થન આપતાં ટ્વીટ પછી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમને ટ્વીટથી જવાબ આપતાં કિસાન આંદોલનમાં સામેલ લોકોને આતંકવાદી કહ્યા હતા. કંગના સુશાંતસિંહ રાજપૂતના મોત પછી અનેકવાર મીડિયામાં ચર્ચામાં રહી છે અને મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદોથી સમાચારોમાં ચમકતી રહે છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.