2020 IPL માં લાખોના દિલ જીતનારા રાહુલનું કોઈએ દિલ જીતી લીધું, હોટ અંદાજથી કરી સગાઈ
2020ની આઈપીએલ માં ધમાકેદાર જેવા વિસ્ફોટક પ્રદર્શનથી લાખોના દિલ જીતનારા રાહુલ તેવાતીયા એ છાના માના સગાઈ કરી લીધી છે. અને રાહુલ તેજિયાએ ટ્વિટર પર પોતાની સગાઈના ફોટા શેર કર્યા છે. જેવા તેવાતીયાએ તેની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા તેવાજ તેને ચારે બાજુથી અભિનંદન મળવા લાગ્યા છે .
રાહુલ તેવાતીયાની સગાઈમાં નીતીશ રાણા અને હરિયાણાના તેના સાથી સ્પિન બોલર જયંત યાદવ પણ આ ખાસ પ્રસંગે તેમની સાથે દેખાયા હતા. 27 વર્ષીય ખેલાડીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર સગાઈ વિશેની માહિતી શેર કરી હતી તેના ચાહકોને સોસિયલ મીડિયા દ્વારા પોતાની બેસ્ટ મોમેન્ટ શેર કરી હતી.
તેણે તેની મંગેતર રિધિને સગાઈની વીંટી પહેરવિ હતી. આ દરમિયાન રાહુલના સાથી ક્રિકેટર જયંત યાદવ અને નીતીશ રાણા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
તાજેતરમાં રાહુલ તેવાતીયાએ સૈયદ મુસ્તાક અલી ટી 20 ટ્રોફીમાં હરિયાણા તરફથી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું . જોકે, હરિયાણાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં બરોડાથી હારી ગઈ હતી.
ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાનની મેચમાં રાહુલ તેવાતીયાએ કિંગ્સ ઇલેવન પંજાબ સામેની ઓવરમાં પાંચ સિક્સર લગાવીને રાજસ્થાન રોયલ્સની ટીમને જીત આપી હતી. રાહુલ તેવાતીયાની વિસ્ફોટક ઇનિંગ જોઈને બધાને આશ્ચર્ય થ હતું .
રાહુલ તેવાતીયાએ આઈપીએલની 13 મી સીઝનમાં રમાયેલી 14 મેચોમાં 139.34 ના સ્ટ્રાઇક રેટથી 255 રન બનાવ્યા હતા. બોલિંગ દરમિયાન રાહુલે તેના નામે 10 વિકેટ લીધી હતી અને ઇકોનોમી રેટ પણ માત્ર 7.08 હતો.