વહુના ફેસબૂક પોસ્ટ પર ફતવા, સાસુએ કરી એવી કમેન્ટ કે
લ્યો બોલો ! એક મહિલાનો સબંધ એક કોમેટેથી તૂટી ગયો એક મહિલા તેના સાસુ-સસરાથી નારાજ હોવાનું કારણ જણાવ્યું છે કારણકે સાસુએ એવી કમેન્ટ કરી કે તેનો સંબંધ તૂટી ગયો. મહિલાએ લખ્યું કે, મહિલાએ ખુલાસામાં કહ્યું કે મારા સાસુ-સસરા મારા ફસબુક ફ્રેન્ડલિસ્ટમાં હતા અને તે મારી દરેક પોસ્ટ પર હાલ ચલ જોતાં હતા અને દરેક પોસ્ટ પર…

લ્યો બોલો ! એક મહિલાનો સબંધ એક કોમેટેથી તૂટી ગયો
એક મહિલા તેના સાસુ-સસરાથી નારાજ હોવાનું કારણ જણાવ્યું છે કારણકે સાસુએ એવી કમેન્ટ કરી કે તેનો સંબંધ તૂટી ગયો. મહિલાએ લખ્યું કે, મહિલાએ ખુલાસામાં કહ્યું કે મારા સાસુ-સસરા મારા ફસબુક ફ્રેન્ડલિસ્ટમાં હતા અને તે મારી દરેક પોસ્ટ પર હાલ ચલ જોતાં હતા અને દરેક પોસ્ટ પર કમેન્ટ કરતા હતા.
ડિજિટલ ઝગડાએ જોર પકડ્યું
જ્યારે હું મારા બાળક ફોટો અપલોડ કરુ તો તે લોકો ખુબ સારી કમેન્ટ કરતા હતા અને જ્યારે હું મારા મિત્રો સાથે તસવીર અપલોડ કરુ તો એવી કમેન્ટ મારે કે એ જોય મારે નીચે જોયા જેવુ થાય, તેવી કમેન્ટ કરતા હતા. તે મહિલાએ કહ્યું કે, મારી ઉમર 40 વર્ષની પણ નથી એટલેકે નાની છે મારી ઉમર હજુ અને 70 વર્ષની ઉંમર સુધી જે ઇચ્છુ અને જે ગમે તે પહેરી શકુ છું.
અહી વાત છે મારા સાસુ-સસરા મારા પોસ્ટ પર એવી કમેન્ટ કરતા હતા કે મારે શરમ અનુભવવી પડતી હતી. એક ફોટો પર કમેન્ટ કરતા લખ્યું કે મને આશા છે કે તારા બાળકો તને આ હાલતમાં નહી જોતા હોય. તેમનું કહેવું હતુ કે હું તે તસવીરમાં હું નશામાં છુ.આવું મારા સાસુ-સસરા દરરોજ બધી પોસ્ટ પર કમેન્ટ કરતા હતા
આમ હું એક દિવસ કંટાળીને મેં તેમને બંને અનફ્રેન્ડ કરી દીધા હતા એટલુજ નહીં આમ કરવાથી તે બંને મારાથી નારાજ થઇ ગયા હતા. ત્યાર બાદ વાત આગળ વધી અને પિડીતાએ કહ્યું કે, મારી સાસુએ મને મેસેજ કરીને પૂછ્યુ કે મને અનફ્રેન્ડ કેમ કરી.
લ્યો બોલો ! ત્યાર બાદ તો મે તેમને ફોન કરીને કારણ જણાવ્યુ હતુ પરંતુ તે વાત બાદ તેમણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ. વધુમાં તેણે કહ્યું કે મારા પતિએ મારો પક્ષ લઇને બંનેને ખૂબ સમજાવ્યા પરંતુ તે સમજ્યા નહી.
ઘણું સમજવા છતાં તે માન્યા નહી જેની અસર મારા અને મારા બાળકો પર પડી. મારા દીકરાએ એક દિવસ મને પૂછ્યું કે દાદા દાદી કેમ વાત નથી કરતા પરંતુ તેને શું સમજાવી શકાય. પહેલા તો મને થયુ કે તેને સાચુ કહી દઉ પરંતુ બાદમાં તેને કહ્યું કે દાદી અને દાદા એટલે દુખી છે કે તેમને મારી ફેસબુક પર પોસ્ટ જોવા નથી મળતી જે મારા 10 વર્ષના દિકરાને આ વાત ખુબ અજીબ લાગી હતી.