હવે ટેસ્ટ આપ્યા વિના મળી શકાશે ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કરે છે આ નવી વ્યવસ્થા

હવે ટેસ્ટ આપ્યા વિના મળી શકાશે ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કરે છે આ નવી વ્યવસ્થા

જેમ જેમ વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કઠિન નિયમો થતાં જ્ઞ તેમ વાહન ધારકો અને લાઇસન્સ માટે થોડી પરેસાની ઉઠાવવી પડતી હતી પરંતુ આગામી સમયમાં માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર પાસેથી ડ્રાઇવિંગ ટ્રેનિંગ લીધા પછી લાઇસન્સ મેળવવા માટે કોઈ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં.

સરકાર ડ્રાઈવિંગને લગતા તમામ નિયમો સરળ કરવા માંગે છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ દિશામાં એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે જેથી લોકોના સૂચનો માંગવામાં આવ્યા છે.સરકાર ડ્રાઇવિંગને લગતા નિયમોને સરળ બનાવવા માંગે છે. આ દિશામાં, મંત્રાલયે ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટરોની માન્યતા અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

દેશના નાગરિકોને ડ્રાઇવિંગની સારી તાલીમ આપવા માટે મંત્રાલય કેટલાક વિગતવાર નિયમો રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડ્રાઇવિંગ સેન્ટરોને માન્યતા આપવા માટે આ નિયમોનું પાલન કરવું પડશે.

આ પણ વાચો : વિરાટની જેમ પેટ્રોલ પણ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાં, ફરી વધ્યા ભાવ

આમ કરવાથી પ્રશિક્ષિત ડ્રાઇવરોને રાખવામાં મદદ મળશે

મંત્રાલય એ જોગવાઈ પણ કરી રહ્યું છે કે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાંથી તાલીમ લીધા પછી, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ ડ્રાઇવિંગ ટેસ્ટ ના આપવો પડે, આ પગલાથી પરિવહન ઉદ્યોગોમાં પ્રશિક્ષિત ડ્રાઇવરોને રાખવામાં મદદ મળશે, જે તેમની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને માર્ગ અકસ્માતો ઘટાડશે. લોકોના સૂચનો માટે મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન તેની વેબસાઇટ પર અપલોડ કર્યું છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.