ક્યારેક લોટરીની ટિકિટ વેચતી આ અભિનેત્રી થી આજે બોલિવૂડ આખું જલે છે
નોરા ફતેહી એ 2014 માં તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયાલિટી શો બિગ બોસ 9 માં નોરા નજર આવી હતી. બોલિવૂડ માં તેનાં ટેલેન્ટનાં દમ પર જગ્યા બનાવનારી નોરા ફતેહીને આજે કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયા પર પણ નોરાનો જલવો બરકરાર છે. દિલબર ગર્લ નોરા ફતેહી (Nora Fatehi )આજે તેનો 29મો જન્મ દિવસ ઉજવી…

નોરા ફતેહી એ 2014 માં તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયાલિટી શો બિગ બોસ 9 માં નોરા નજર આવી હતી.
બોલિવૂડ માં તેનાં ટેલેન્ટનાં દમ પર જગ્યા બનાવનારી નોરા ફતેહીને આજે કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયા પર પણ નોરાનો જલવો બરકરાર છે. દિલબર ગર્લ નોરા ફતેહી (Nora Fatehi )આજે તેનો 29મો જન્મ દિવસ ઉજવી રહી છે. 6 ફેબ્રુઆરી 1992નાં રોજ કેનેડામાં તેનો જન્મ થયો હતો. નોરા એક એક્ટ્રેસ ડાન્સરની સાથે એક મોડલ પણ છે. આજે નોરાનાં જન્મ દિવસે જાણો તેનાં જીવનની અજાણી વાતો.
નોરા ફતેહી એ 2014 માં તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયાલિટી શો બિગ બોસ9 માં નોરા નજર આવી હતી. જે બાદ તે વર્ષ 2016માં ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં નજર આવી અને તેનું ટેલેન્ટ દેખાડ્યું. ઘણાં ઓછા લોકો જાણે છે કે, નોરા ફક્ત એક ડાન્સર નથી પણ માર્શિયલ આર્ટ ટ્રેઇન્ડ છે.
ઇન્ડસ્ટ્રીમાં તેનાં ડાન્સથી લોકોનાં દિલ જીતનારી નોરા સચિન તેન્ડૂલકરની ખૂબજ મોટી ફેન છે અને યુવરાજ સિંહની સારી મિત્ર છે. તેને ક્રિકેટનો પણ ઘણો શોખ છે. નોરા જ્યારે કેનેડાથી ઇન્ડિયા આવી ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવાં તેણે ઘણો સંઘર્ષ કર્યો છે.
એક ઇન્ટરવ્યૂમાં નોરાએ કહ્યું હતું કે, તેને પાલતુ જાનવરનો ઘણો શોખ છે. તેનો આ શોખ પુરો કરવા માટે તેણએ કોફી શોપમાં નોકરી કરી હતી નોરાએ ટેલીકોલરની જોબ પણ કરી છે અને આ નોકરીમાં તે લોટરીની ટિકિટો વેચતી હતી. નોરાએ આ જોબ છ મહિના કરી હતી. જે બાદ તેણે તે જોબ છોડી દીધી હતી.
આપને જણાવી દઇએ કે, નોરા આજે તેનાં જીવનમાં એક સફળ ડાન્સર થઇ ગઇ છે તેની પાસે કામની કોઇ જ કમી નથી. ગત દિવસોમાં તે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે નજર આવી. ફક્ત થોડા જ મહિનાઓમાં નોરાએ આ શોની ટીમ અને દર્શકોનું દિલ જીતી લીધુ હતું.
હાલમાં નોરાનું નવું ગીત આવ્યું છે ‘છોડ દેંગે..’. નોરા ફતેહીનો આ વીડિયો રિલીઝ થતાની સાથે જ યૂટ્યૂબ પર છવાઇ ગયો છે.