વિરાટની જેમ પેટ્રોલ પણ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાં, ફરી વધ્યા ભાવ
જેમ વિરાટ કોહલી ક્રિકેટમાં સદી ફટકારવામાં માહિર છે તેમ પેટ્રોલ પણ આવનારા સમયમાં સદી મારવાની તૈયારીમાં છે. હાલ મુંબઈમાં પેટ્રોલના ભાવ 93.83 રુપિયા પર આસમાને થયો છે, બ્રાન્ડેડ પેટ્રોલનો ભાવ 100 રુપિયા પર પહોંચવાની તૈયારીમાં. થોડા દિવસ બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર આજે વધારો જોવા મળ્યો છે. આ વધારા સાથે જ મુંબઈમાં…

જેમ વિરાટ કોહલી ક્રિકેટમાં સદી ફટકારવામાં માહિર છે તેમ પેટ્રોલ પણ આવનારા સમયમાં સદી મારવાની તૈયારીમાં છે. હાલ મુંબઈમાં પેટ્રોલના ભાવ 93.83 રુપિયા પર આસમાને થયો છે, બ્રાન્ડેડ પેટ્રોલનો ભાવ 100 રુપિયા પર પહોંચવાની તૈયારીમાં.
થોડા દિવસ બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર આજે વધારો જોવા મળ્યો છે. આ વધારા સાથે જ મુંબઈમાં પેટ્રોલના ભાવ 93.83 રુપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.
પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં 35 પૈસાનો વધારો ઝીંકાયો
પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે લાગે છે કે મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં તે ગમે ત્યારે સેન્ચ્યુરી મારે તેવી સ્થિતિ સર્જાઈ છે.રાજધાની દિલ્હીમાં તેના ભાવ 87 રુપિયાનો ભાવ સાથે લેવલને વટાવી ગયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં 35 પૈસાનો વધારો ઝીંકાયો છે.
અમદાવાદની વાતા કરીયે તો પેટ્રોલનો ભાવ 84.57 રુપિયાના અત્યારસુધીના ઊંચી સપાટી પર પહોંચી ગયો છે, અને તે લાગેછે કે 85 રુપિયાનું લેવલ પણ તોડવાની તૈયારીમાં છે.
સુરતમાં તેનો ભાવ આજે 84.24 રુપિયા થયો છે. રાજકોટમાં પેટ્રોલ આજે થયેલા વધારા બાદ 84.35 રુપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આજે ભાવ વધ્યા તે પહેલા છેલ્લે 05 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલમાં 30 પૈસા વધ્યા હતા.
2021માં અત્યારસુધી પેટ્રોલના ભાવમાં અત્યારસુધી પ્રતિ લિટર રુ. 3.59 જ્યારે ડીઝલમાં અત્યારસુધી 3.61 રુપિયા વધી ચૂક્યા છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રુડની કિંમત સોમવારે વધીને 60 અમેરિકન ડોલર પર પહોંચી હતી. કોરોનાની અસર ઓછી થતાં અને વેક્સિનેશન શરું થઈ જતાં માગ વધવાની શક્યતાએ ક્રુડ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.
આ પણ વાચો : હવે ટેસ્ટ આપ્યા વિના મળી શકાશે ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કરે છે આ નવી વ્યવસ્થા
ગયા સપ્તાહે HPCLના વડા મુકેશ કુમારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડિમાન્ડની સરખામણીએ સપ્લાય ઓછો હોવા ઉપરાંત સાઉદી દ્વારા પ્રોડક્શનમાં કાપ મૂકવામાં આવતા ક્રુડની કિંમતોમાં અણધાર્યો ઉછાળો આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રિટેલ પંપ પર વેચાતા પેટ્રોલ ડીઝલની માંડ 25-30 ટકા કિંમત જ ક્રુડની કિંમત પર આધારિત છે, જ્યારે તેમાં બાકીનો હિસ્સો રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાતા કરનો હોય છે.
જ્યારે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર 32.98 રુપિયા ટેક્સ લે છે, જ્યારે રાજ્ય સરકાર 19.55 રુપિયા વેટ વસૂલે છે. જ્યારે ડીઝલ પર કેન્દ્ર સરકાર 31.83 રુપિયા અને રાજ્ય સરકાર 10.99 રુપિયા વેટ વસૂલે છે.
આ સિવાય પ્રતિ લિટર પેટ્રોલ પર પેટ્રોલપંપના સંચાલકને 2.6 રુપિયા જ્યારે ડીઝલ પર 2 રુપિયા કમિશન મળે છે. માર્ચ 2020 પછી રિટેલ પંપ પર મળતું પેટ્રોલ 17.71 રુપિયા પ્રતિ લિટર વધી ચૂક્યું છે, અને તેમાં હજુય વધારો થઈ રહ્યો છે. જ્યારે ડીઝલમાં આ જ ગાળા દરમિયાન 15.19 રુપિયાનો વધારો થયો છે.જોવાનું એ છે આગામી દિવસોમાં જલ્દી પેટ્રોલ ડિજલ માં 100 રૂપિયાની સપાટી વટાવી નાખશે.
One Comment