લાખો લોકોનો એક પ્રશ્ન હાઇટ વધારવા શું કરવું ? આ રહ્યો સરળ ઈલાજ
આજની ફેશનની દુનિયા સાથે રહેવું કોને ના ગમે ? સવાલ જ નથીને ભાઈ , દરેક વ્યક્તિ પોતાની સુંદરતાને લઈને કાઈકને કાઇક ફાફા મારતો હોય છે.જે પુરુષ હોય કે સ્ત્રી બધા એવું ઇછ્તા હોય કે હું પણ સુંદર દેખાવ. અહી વાત છે નાની હાઇટ વાળી વ્યક્તિની તે ઇચ્છે છે કે તેની હાઇટ એટલે કે લંબાઇ વધે…

આજની ફેશનની દુનિયા સાથે રહેવું કોને ના ગમે ? સવાલ જ નથીને ભાઈ , દરેક વ્યક્તિ પોતાની સુંદરતાને લઈને કાઈકને કાઇક ફાફા મારતો હોય છે.જે પુરુષ હોય કે સ્ત્રી બધા એવું ઇછ્તા હોય કે હું પણ સુંદર દેખાવ.
અહી વાત છે નાની હાઇટ વાળી વ્યક્તિની તે ઇચ્છે છે કે તેની હાઇટ એટલે કે લંબાઇ વધે અને તે ઊંચા અને સુંદર દેખાય.આમ હાઇટ વધારવા માટે તે જીમ જાય છે, કેટલાય લોકો સવાર વહેલાં ઊઠીને લટકે પણ છે અને કેટલાય પ્રકારની એવી વસ્તુઓ કરે છે જેનાથી તેમની હાઇટ વધી શકે.
આમ ઘણા પ્રયત્નો કરવા છતાં આ બધી વસ્તુઓ તેમના કામમાં આવતી નથી. જો કે, આ વાત બધા જાણે છે કે હાઇટ વધવાની એક ચોક્કસ ઉંમર હોય છે, પરંતુ આનુવંશિક કારણોની સાથે કેટલીય એવી બાબતો છે જેનાથી કોઇ વ્યક્તિની હાઇટ કેટલી વધશે તે વિશે ખબર પડી જાય છે.
તેમાંથી એક છે તમારું રૂટીન ડાયેટ જે તમારી હાઇટ વધારવામાં તમારી મદદ કરી શકે છે. જાણો, કઇ કઈ વસ્તુઓ છે કે જે તમારી મદદ કરી શકે છે.
(1) રોજિંદા જીવનમાં લીલા શાકભાજીઓ આપણને કેટલીય બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે પરંતુ કેટલાય લોકોને તેનું સેવન કરવું પસંદ નથી હોતું.
(2) જો તમે પોતાની હાઇટ વધારવા ઇચ્છો છો તો તમારે પાલક, કોબીજ, અરુગુલા જેવી લીલા પાંદડાવાળી શાકભાજીઓનું સેવન કરવું જોઇએ, કારણ કે તેમાં કેટલાય પ્રકારના પોષક તત્ત્વ હોય છે.
(3) તેમાં આયરન, વિટામિન- કે તેમજ સી, કેલ્શિયમ જેવી વસ્તુઓ રહેલી હોય છે. આ તમામ આપણા હાડકાંના ઘનત્ત્વને વધારીને લંબાઇ વધારવાનું કામ કરે છે. એટલા માટે આ શાકભાજીઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
(4) શક્કરિયાના સેવનથી પણ આપણી હાઇટ વધવામાં સારી મદદ મળે છે. તેમાં રહેલ વિટામિન-એ હાડકાંના સ્વાસ્થ્યને સુધારતા આપણી લંબાઇ વધારવામાં મદદ કરે છે.
(5) શક્કરિયામાં મળી આવતાં બે તત્ત્વ સૉલ્યૂબલ અને ઇનસૉલ્યૂબલ આપણા ડાયજેસ્ટિવ હેલ્થને પ્રમોટ કરે છે અને આંતરડા માટેના સારા બેક્ટેરિયાના વિકાસમાં વધારો કરે છે.
(6)શક્કરિયાના સેવન કરવાથી આપણને કેટલીય અન્ય બીમારીઓથી દૂર રાખવામાં પણ મદદ કરે છે.
(7) બદામ પણ આપણી હાઇટ વધારવામાં પણ આપણી મદદ કરી શકે છે, કારણ કે તેમાં રહેલ કેટલાય પ્રકારના વિટામિન અને મિનરલ આપણી લંબાઇ વધારવા માટે ખૂબ જ જરૂરી છે.
(8) બદામમાં વિટામિન-ઈ હોય છે, જે એન્ટી-ઑક્સીડેન્ટ સ્વરૂપે બેગણા થઇ જાય છે. એક અભ્યાસ અનુસાર બદામ આપણા હાડકાં માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. એટલા માટે હાઇટ વધારવા માટે તેનું સેવન કરી શકાય છે.
(9) ઈંડાં ખાવાથી પણ આ આપણી હાઇટ વધારવામાં મદદ મળી શકે છે. આ ન્યૂટ્રિશનનું પાવરહાઉસ છે. આ સાથે જ તેમાં પ્રોટીનનું સારું પ્રમાણ મળી આવે છે.
તમારે આ પ્રોબલમ શે તો વાચો એનું કારણ : શું રાત્રે અચાનક ઊંઘ ખુલી જાય છે ? જાણો આ સમસ્યા અને ઉપાય
(10) હાડકાંના સ્વાસ્થ્ય માટે તેમાં કેટલાય પ્રકારના પોષક તત્ત્વ મળી આવે છે. એક અભ્યાસ જણાવે છે કે જે બાળકો નિયમિત રીતે ઈંડાંનું સેવન કરે છે તો તેની હાઇટ વધવામાં મદદ મળે છે.
(11)ઈંડાંનો પીળો ભાગ એટલે કે યૉકમાં હેલ્ધી ફેટ હોય છે જે આપણા શરીરને ફાયદો અપાવી શકે છે. એટલા માટે આપણે ઈંડાંનું સેવન કરવું જોઇએ, જેથી તેનો ફાયદો આપણા શરીરને મળી શકે.
(12) ઉપર મુજબ કોઇ પણ વસ્તુનું સેવન અથવા કોઇ પણ ઘરેલૂ ઉપાય કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.
One Comment