એલન મસ્ક જિયો-એરટેલને ટક્કર આપશે, હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં
વિશ્વની સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની નજર ભારત તરફ ફેરવી છે. ભારતમાં જિયો અને એરટેલને ટક્કર આપવા માટે ઇન્ટરનેટ પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં છે. સ્ટારલિંક પ્રોજેક્ટથી ભારતીય ટેલીકોમ બજારમાં ક્રાંતિ આવશે ઓટોમોબાઇલ અને સ્પેસ ક્ષેત્રે સિક્કો જમાવી ચૂકેલા એલન મસ્ક હવે ટેલિકોમ ક્ષેત્રમાં કૂદવાનો વિચાર કરી રહ્યાનું જણાયું છે.આવનારા સમય માં ભારતમાં એલન મસ્ક કઇ રીતે…

વિશ્વની સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની નજર ભારત તરફ ફેરવી છે. ભારતમાં જિયો અને એરટેલને ટક્કર આપવા માટે ઇન્ટરનેટ પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં છે.
સ્ટારલિંક પ્રોજેક્ટથી ભારતીય ટેલીકોમ બજારમાં ક્રાંતિ આવશે
ઓટોમોબાઇલ અને સ્પેસ ક્ષેત્રે સિક્કો જમાવી ચૂકેલા એલન મસ્ક હવે ટેલિકોમ ક્ષેત્રમાં કૂદવાનો વિચાર કરી રહ્યાનું જણાયું છે.આવનારા સમય માં ભારતમાં એલન મસ્ક કઇ રીતે ઇન્ટરનેટ સેવા પુરી પાડશે. તે પ્રશ્નનો જવાબ છે કે તેઓ પોતાની ખાનગી સ્પેસ કંપની સ્પેસએક્સના અનોખા પ્રોજેક્ટ Starlink દ્વારા ભારતીય ટેલીકોમ બજારમાં ક્રાંતિ લાવવાની યોજના બનાવી રહ્યા છે.
સેટેલાઇટ દ્વારા વિશ્વના ખૂણે ખૂણામાં ઇન્ટરનેટ મળશે
હાલમાં આ સર્વિસના વિશ્વભરમાં 10,000 એક્ટિલ યૂઝર્સ છે.એક દાવા મુજબ સ્પેસએક્સ ઝડપથી વધી રહેલા ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં સેટેલાઇટબેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરી શકે છે. આ સ્ટારલિંક પ્રોજેક્ટમાં કંપની સેટેલાઇટ દ્વારા વિશ્વના ખૂણે ખૂણામાં ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડશે.
વધુમાં હવે એલન મસ્કની નજર ભારત અને ચીનના 1 ટ્રિલિયન માર્કેટ પર છે. કંપની અત્યારે બંને દેશોમાં ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ અને મરીનટાઇમ્સ સર્વસિસની માગ પણ પૂર્ણ કરવા માગે છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઇન્ડિયાએ ગત વર્ષે ઓગસ્ટમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી વધારવા અંગે એક કન્સલટેશન પેપર જારી કર્યું હતું.
આ પણ વાચો : ચેતવણી ! SMS થી છેતરપિંડીની નવી રીત, બેંક ખાતા થઇ જશે ખાલી-DCP Cybercrime
ભારતીયોને આવનારા સમયમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે
આના જવાબમાં સ્પેસએક્સ સેટેલાઇટ ગવર્નમેન્ટ અફેરના વાઇસ પ્રેસિડેન્ટ પૈટ્રિશિયા કૂપરએ કહ્યું હતું કે, જો સરકાર મંજૂરી આપશે તો સ્ટારલિંકના હાઇસ્પીડ સેટેલાઇટ નેટવર્કની મદદથી તમામ ભારતીયોને આવનારા સમયમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી શકે છે. કૂપરે કહ્યું કે, આ સર્વિસ દેશના અંતરિયાળના ક્ષેત્રોમાં પણ સહેલાઇથી ઇન્ટરનેટ સેવા આપી શકે છે.
One Comment