UIDAI લઇને આવ્યુ નવી સુવિધા, હવે તમારા ફોનમાં રાખી શકશો 5 લોકોના Aadhaar
આધારકાર્ડ માટે નવી સુવિધા છે જેમકે તમને બધાને ખબર જ છે કે આધાર નંબર આજના જમાનામાં ખુબ જરૂરી અને અગત્ય દ્સ્તાવેજ બની ગયું છે. હાલમાં આધારને ધ્યાનમાં રાખીને સરકારે mAdhar ઍપની સુવિધા ગ્રાહકોને આપી છે. mAdhar ઍપને ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સને પેપર ફોર્મેટમાં આધારકાર્ડ સાથે રાખવાની જરૂર નથી. UIDAI એ ગ્રાહકો માટે આ ખાસ સુવિધા લઇને…

આધારકાર્ડ માટે નવી સુવિધા છે
જેમકે તમને બધાને ખબર જ છે કે આધાર નંબર આજના જમાનામાં ખુબ જરૂરી અને અગત્ય દ્સ્તાવેજ બની ગયું છે. હાલમાં આધારને ધ્યાનમાં રાખીને સરકારે mAdhar ઍપની સુવિધા ગ્રાહકોને આપી છે.
mAdhar ઍપને ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સને પેપર ફોર્મેટમાં આધારકાર્ડ સાથે રાખવાની જરૂર નથી. UIDAI એ ગ્રાહકો માટે આ ખાસ સુવિધા લઇને આવ્યું છે અને આ ઍપમાં પાંચ પ્રોફાઇલ એડ કરી શકો છો.
યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો
એમઆધાર ઍપને એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રોફાઇલ ઍડ કરી શકો છો. પ્રોફાઇલ ઍડ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તમારા પાંચેય આધારકાર્ડમાં એ જ મોબાઇલ નંબર હોવો જોઇએ જે મોબાઇમાં તમે યુઝ કરી રહ્યાં છો. મહત્વનું છે કે તમે 5 આધાર ઍડ તો કરી શકો છો પરંતુ તમે એક વારમાં એક જ આધારનો ઉપયોગ કરી શકો છો.
કેવી રીતે ઍડ કરશો તમારી પ્રોફાઇલ ?
(1)સૌપ્રથમ તમારે આ ઍપને ઇન્સ્ટોલ કરવી પડશે.
(2) ત્યારબાદ 12 ડિજીટનો આધાર નંબર દાખલ કરો.
(3) ત્યારબાદ માગ્યા મુજબ જાણકારી દાખલ કરી અને વેરિફાઇ કરો
(4) ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે
(5) આવેલા OTP ને દાખલ કરો
(6) હવે તમારી પ્રોફાઇલ ઍડ થઇ જશે.
આ નિયમ સાચો : RTOના ધક્કા માંથી મુક્તિ, 15 સર્વિસિસને આધાર કાર્ડ સાથે જોડાઈ
પ્રોફાઇલ કેવી રીતે ડિલીટ કરી શકાય છે ?
(1) એમઆધાર ઍપ પર પોતાની પ્રોફાઇલ ઓપન કરીને ટોપ રાઇટ મેનુ પર ક્લિક કરો
(2) ત્યારબાદ ડિલીટ પ્રોફાઇલનો વિકલ્પ સિલેક્ટ કરો
(3) તે બાદ તમારી પ્રોફાઇલ ઍપથી ડિલીટ થઇ જશે
આ સુવિધા કેટલી ભાષાઓમાં મળે છે ?
હિન્દી અને અંગ્રેજી સિવાય અસમી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તમિલ, તેલૂગુ અને ઉર્દુ ભાષા સાથે અલગ અલગ 12 ભાષાઓમાં સુવિધા મળશે.
One Comment