કોણ છે આ છોકરી,જે ઈન્ટરનેટની દુનિયાને ગાંડી કરી
સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચિત 19 વર્ષીય દાનાનીરને એક પોતાના વિડીયોથી ખૂબ પોપ્યુલારિટી મેળવી છે. પાકિસ્તાન જ નહીં ભારત જેવા અનેક દેશોમાં પણ દાનાનીરનો પાવરી હો રહી હૈ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યે હમારી કાર હૈ, યે હમ હૈં ઓર યે હમારી પાવરી (પાર્ટી) હો રહી હૈ’- છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર આ…

સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચિત 19 વર્ષીય દાનાનીરને એક પોતાના વિડીયોથી ખૂબ પોપ્યુલારિટી મેળવી છે. પાકિસ્તાન જ નહીં ભારત જેવા અનેક દેશોમાં પણ દાનાનીરનો પાવરી હો રહી હૈ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
યે હમારી કાર હૈ, યે હમ હૈં ઓર યે હમારી પાવરી (પાર્ટી) હો રહી હૈ’- છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર આ લાઈનના મીમ્સ અને ફની વિડીયોનું જાણે પૂર આવ્યું છે.
આ વિડીયો આટલા સમયથી ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે તમે સમજી તો ગયા જ હશો કે આ વિડીયોમાં દેખાતી યુવતી પાકિસ્તાનની છે. આજે અમે તમને આ ઈન્ટરનેટ સેન્સેશન વિશેની વધુ કેટલીક માહિતી આપીશું.
તમે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં સ્ક્રોલ કરતા હો તો દર બીજી કે ત્રીજી પોસ્ટ ‘પાવરી હો રહી’ ના મીમ સાથેની જોવા મળે છે. સામાન્ય લોકો જ નહીં મનોરંજન ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ આના પર જુદા-જુદા ફની વિડીયો બનાવી રહ્યા છે.
19 વર્ષની દાનાનીર મોબીન પાકિસ્તાનની યુવતી છે. તે પોતે દાનાનીર કન્ટેન્ટ ક્રિએટર છે અને તે બ્યૂટી, ફેશન, મેકઅપ, કૂકિંગ અને લાઈફસ્ટાઈલને લગતા વિડીયો બનાવે છે.
તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોતાં લાગે છે કે તેને ફરવાનો ખૂબ શોખ હશે કારણકે તે જુદા-જુદા લોકેશન પરની તેની ઘણી તસવીરો છે. દાનાનીર ખૂબ સુંદર રીતે ગાઈ પણ શકે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં બોલિવુડ ફિલ્મનું ગીત ‘તેરા મેરા રિશ્તા હૈ પુરાના’ ગાતી જોવા મળે છે. આ સિવાય તેને પેઈન્ટિંગ પણ પસંદ છે.
તે પોતે ઉર્દૂ, અંગ્રેજી, પુસ્તો અને થોડી ઘણી હિન્દકો એમ ચાર ભાષા બોલી શકે છે. તેણી જર્મન ભાષા પણ શીખી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો હતો કે, તેના મનપસંદ એક્ટર્સ સબા કમર અને ઈમરાન અશરફ છે. તો બોલિવુડમાંથી તે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફેન હશે તેવું લાગી રહ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયન ફોલોઅર્સ થતાં તેણે આ ખુશી ‘પાવરી હો રહી હૈ’ સ્ટાઈલમાં વ્યક્ત કરી હતી. સિદ્ધાર્થની સ્ટોરી દાનાનીરે પોતાના અકાઉન્ટ પર શેર કરીને ‘ફેન મોમેન્ટ’ લખ્યું હતું.
વિડીયોને મળેલી પોપ્યુલારિટી વિશે વાત કરતાં દાનાનીરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “અમે મજાક મસ્તી કરી રહ્યા હતા, ગીતો સાંભળતા હતા અને અચાનક મેં મારો ફોન કાઢ્યો અને વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. પછી શું થયું એ તો તમે જાણો જ છો.
જ્યારે દુનિયામાં ખૂબ ટેન્શન છે અને ધ્રુવીકરણ થઈ રહ્યું છે ત્યારે મારો આ વિડીયો સરહદ પાર પણ લોકોને પસંદ આવી રહ્યો છે તે જાણીને આનંદ થયો.” ઉલ્લેખનીય છે કે, દાનાનીરનો એક નાનો ભાઈ અને મોટી બહેન પણ છે.