ચપટીમાં દૂર કરો ચહેરા પરના બ્લેકહેડ્સ, અજમાવો એક દમ સરળ ઘરેલું ઇલાજ
લખો લોકોને સતાવતો એક પ્રશ્ન જે પોતાના ચહેરાની સુંદરતામાં કાળો દાગ બનતા બ્લેકહેડ્સ. ઘણા લોકો બ્લેકહેડ્સને દૂર કરવા માટે અલગ અલગ ટેક્નિક અપનાવતા હોય છે છતાં તેમાં સફળતા મળતી નથી. ખાસ કરીને ઘણી મહિલાઓનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય છે પરંતુ તેના ચહેરા પરના બ્લેકહેડ્સ તેની સુંદરતામાં ” ડાઘ ” સમાન હોય છે. ખાસ કરીને આ બ્લેકહેડ્સ…

લખો લોકોને સતાવતો એક પ્રશ્ન જે પોતાના ચહેરાની સુંદરતામાં કાળો દાગ બનતા બ્લેકહેડ્સ. ઘણા લોકો બ્લેકહેડ્સને દૂર કરવા માટે અલગ અલગ ટેક્નિક અપનાવતા હોય છે છતાં તેમાં સફળતા મળતી નથી.
ખાસ કરીને ઘણી મહિલાઓનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય છે પરંતુ તેના ચહેરા પરના બ્લેકહેડ્સ તેની સુંદરતામાં ” ડાઘ ” સમાન હોય છે. ખાસ કરીને આ બ્લેકહેડ્સ નાક અથવા દાઢી ઉપર થતાં હોય છે જેનાથી તમારો સાફ ચહેરો નિસ્તેજ, કદરૂપો લાગે છે. આ બ્લેકહેડ્સની સમસ્યા દૂર કરવા કેટલાક લોકો માર્કેટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, અથવા ઘરેલું ઉપાયોથી દૂર કરતાં હોય છે.
પરંતુ આ સમસ્યાને જડમૂળમાથી દૂર કરવા માટે અમે આપની માટે કેટલીક આસાન ટિપ્સ લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે ઘેર બેઠા કોઇપણ પ્રકારનાં ખર્ચ વગર ચહેરાની રંગત વધારી શકો છો અને બ્લેકહેડ્સની સમસ્યા પણ નીવારી શકો છો.
આ કારણોથી બ્લેકહેડ્સની સમસ્યા થાય છે
(1) ઘણી વખત આંતરસ્ત્રાવીયના બદલાવથી,ચહેરા પર બ્લેકહેડ્સ ઉપસી આવે છે.
(2) ઘણી વાર જ્યારે તમે વધારે મેકઅપનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો અને ચહેરો બરાબર સાફ નથી કરતા ત્યારે તમને બ્લેકહેડ્સ થાય છે.
(3) ઘણા લોકોને ઓઇલી ત્વચા રહેતી હોય છે તેના કારણે પણ થાય છે.
(4) વધતા જતાં પ્રદૂષણ અને ચહેરાને યોગ્ય રીતે સાફ ન કરવામાં તો પણ બ્લેકહેડ્સ થવાની સમસ્યા રહે છે.
બોવ પ્રોબ્લેમ આવેશે તમને : ભૂલથી પણ આ વસ્તુ ચહેરા પર ના લગાવતા, નહિતર સ્કિન પડવા લાગશે કાળી
બ્લેકહેડ્સ ની સમસ્યા માથી તદન મુક્તિ મેળવવા માંગતા હોવ તો બટાકાની બનેલી આ પેસ્ટ લગાવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. બટાટા તમને ચમકીલી ત્વચા જ નહીં, પરંતુ બ્લેકહેડ્સની સમસ્યા પણ ઓછી કરે છે. બટાટા બ્લેકહેડ્સ દૂર કરવામાં ખૂબ અસરકારક છે.
બટાકાની આ પેસ્ટ બનાવવા આ રહી સરળ રીત
(1) સૌપ્રથમ એક ચમચી બટાકાનો રસ લો.
(2) ત્યાર બાદ તમે તેમાં 1 ચમચી મધ ઉમેરો
(3) પછી તમે તેમાં એક ચપટી હળદર ઉમેરો
(4) હવે તેને સારી રીતે મિક્સ કરો અને આ પેસ્ટને બ્લેક હેડ્સ પર લગાવો.
(5) સરળ રીતે તૈયાર થયેલી આ બટાકાની ટેસ્ટ તમે તમે અઠવાડિયામાં 3 થી 4 વાર અજમાવી શકો છો.