ફેસબુક એકાઉન્ટ પર થતાં એટેક અને બચવાના ઉપાયો

ફેસબુક એકાઉન્ટ પર થતાં એટેક અને બચવાના ઉપાયો, એક વાર જરૂર વાંચજો આ લેખ

દિવસે દિવસે દુનિયામાં ફેસબુક યુઝરની સંખ્યા વધી રહી છે 2015 માં ખાલી ભારતમાં જ ફેસબુક યુઝરની સંખ્યા 13 કરોડ હતી. જે આજે વધીને 2020 માં 34 કરોડ થઈ છે. જે દર્શાવે છે કે ફેસબુક યુઝરની સંખ્યામાં માત્ર પાંચ વર્ષના સમયગાળામાં અંદાજિત 2, 5 ઘણા જેટલો વધારો થયો છે.

એક રિચર્સ અનુસાર 2023 ના અંત સુધીમાં ભારતમાં ફેસબુક યુઝરની સંખ્યામાં 45 કરોડ આસ પાસ રહેશે. યુઝરની સંખ્યા જેમ વધી રહી છે એની સાથે યુઝર સાયબર અટેક પણ વધી રહ્યા છે. 2020 વર્ષમાં જ સમગ્ર દુનિયામાં 50 કરોડ ફેસબુક યુઝર્સના લૉગિન ક્રેડેન્સિયલ જેમકે યુઝરનેમ અને પાસવર્ડ હેક કરીને ડાર્ક વેબ પર વેચવા મૂક્યા હતા . હેકરો વિવિધ પ્રકારની તકનીકો અપનાવીને યૂજરના ફેસબુક એકાઉન્ટના લૉગિન ક્રેડેન્સિયલ ચોરે છે ત્યારબાદ નાણાકીય ફાયદા માટે યુઝરને ડીમેટ કરવા માટે તેના લૉગિન ડેટાને ડાર્ક વેબ પર વેચવામાં આવે છે.

ફેસબુક એકાઉન્ટ હેક કરવા માટે હેકરો અલગ-અલગ પ્રકારની 10 પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે દરેક ફેસબુક યુઝરે આ પદ્ધતિઓની જાણકારી અને તેનાથી બચવાના ઉપયોગની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે.

(1) ફિસિંગ એટેક

ફેકબૂક એકાઉન્ટ હેક કરવા માટે સૌથી વધુ પ્રમાણમાં ફિસિંગ એટેકનો સહારો લેવામાં આવે છે

બચવાના ઉપાયો :- કોઈ પણ લિંક ના માધ્યમથી ફેસબૂક પેઇજને ઓપન ના કરવું જોઈએ.ફેસબુક એકાઉન્ટ બને ત્યાં સુધી કોઇપણ અન્ય કૉમ્પ્યુટર કે મોબાઇલ પરથી લોગિન કરવાનું ન જોઈએ.

(2) કી-લૉગિન

ફેસબુક એકાઉન્ટ હેક કરવા માટે જે હેકરો સૌથી સરળ રસ્તો અપનાવે છે તે છે કી-લૉગિન એટેક.

બચવાના ઉપાયો :- કોઈ પણ અજાણી લીંક ઉપર ક્લિક કરશો નહીં. લોભામણી લાલચો આપતા મેસેજ પર ક્લિક કરવું નહીં. એપીકે ફાઇલ ને ક્યારેય ઓપન કે ડાઉનલોડ કરવી નહીં.

(3) સોશિયલ એન્જિનિયરિંગ એટેક

સોશિયલ એન્જિનીયરિંગ માં હેકર્સે ફેસબુક યુઝર્સ ની તમામ માહિતી મેળવીને એકાઉન્ટ હેક કરે છે.

બચવાના ઉપાયો :- પાસવર્ડમાં વ્હીકલ કે મોબાઈલ નંબર ,બર્થ ડે તેમજ એનિવર્સરી ડે નો ઉપયોગ કરવો નહીં.તથા ફેસબુક આઈડી અને પાસવર્ડ સ્ક્રીનશોટ સેવ કરવા નહીં.

(4) કુકીઝ થી હેકિંગ

દર 100માંથી 19 ફેસબુક એકાઉન્ટને કુકી નો ઉપયોગ કરીને હેક કરાઈ છે.

બચવાના ઉપાયો:- સિક્યુરિટી સેટિંગમાં જઈને હમેશા બ્રાઉઝર ફેસબૂક ઓન એ સિક્યોર કનેક્શન અનેબલ કરવું. વિશ્વાસપાત્ર વાઇફાઇ નેટવર્કનો ઉપયોગ કરવો.

(5) થર્ડ પાર્ટી એપનો ઉપયોગ

બ્રાઉઝિંગદરમિયાન ઘણી થર્ડપાર્ટી એપ્લિકેશન ઉપયોગ કરાય છે. જેનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો.

બચવાના ઉપાયો:- ગૂગલ તેમજ ફેસબુક એકાઉન્ટના પાસવર્ડ હંમેશા અલગ રાખવા.થર્ડ પાર્ટી એપનો લોગીન થવા માટે ક્યારેય ગૂગલ તેમજ ફેસબુક એકાઉન્ટ ઓપ્શન પસંદ કરવું નહીં.

(6) ગિફ્ટ કાર્ડ

હેકરો નોટિફિકેશનના માધ્યમ થકી વિવિધ ગિફ્ટ તેમજ કૂપન મોકલીને યુઝર્સના એકાઉન્ટને હેક કરે છે.

બચવાના ઉપાયો:- ગિફ્ટ તેમજ મ્યુઝિક કાર્ડ અને રીવોડ્જ નોટિફિકેશન થી દૂર રહેવું.

(7) બ્રાઉઝર માં પાસવર્ડ સેવ ન કરવો

બ્રાઉઝર માં સોશિયલ મીડિયામાં પાસવર્ડ ક્યારે પણ સેવ કરશો નહીં.

બચવાના ઉપાયો:- બ્રાઉઝર માં લૉગિન ડિટેઇલ્સ કે પાસવર્ડ ક્યારેય સેવ ન કરવા જોઈએ. હંમેશા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે. ટુ ફેક્ટર કે મલ્ટી ઓથેન્ટિકેશન નો ઉપયોગ કરવો.

ટ્વિટર વાપરોશો તો મળશે પૈસા : હવે Twitter દ્વારા કરો કમાણી, શું છે ‘સુપર ફોલોઝ’ ફીચર

(8) પાસવર્ડ રીસેટ થી હેકિંગ

દર 100 માંથી 27 ફેસબુક એકાઉન્ટ હેક કરવા માટે પાસવર્ડ રીસેટ ટેકનિકનો ઉપયોગ કરાય છે

બચવાના ઉપાયો:- ઈમેલ કે મોબાઈલ નંબરની માહિતી કઈ છે તે કોઈને આપશો નહીં. એકાઉન્ટ સલામતિના પ્રશ્નો અને જવાબો સામાન્ય કરતા અલગ રાખવા. રીમોટ એપ્લિકેશન મોબાઈલ માં ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં.

(9) ઇમેલ એકાઉન્ટ

હેકર્સ ફેસબુક એકાઉન્ટ પર નિયંત્રણ મેળવવા માટે યુઝર્સના ઈમેલ એકાઉન્ટ હેક કરે છે. ત્યારબાદ ફેસબૂક પાસવર્ડ રીસેટ કરીને નિયંત્રણ મેળવી લે છે.

બચવાના ઉપાયો:- ટૂ ફેક્ટર એપ્લિકેશન ઓન રાખવું.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.