જ્યારે કાઠિયાવાડી ભાષામાં એવું બોલ્યો વિરાટ કે, સાંભળી હાર્દિક-અક્ષર થઈ ગયા લોથ પોથ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ફક્ત બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને દસ વિકેટે હરાવીને ૨-૧ ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.આ મેચમાં અક્ષર પટેલે પહેલી ઇનિંગ્સમાં ૩૮ રનમાં છ અને બીજી ઇનિંગ્સમાં ૩૨ રનમાં પાંચ એમ કુલ ૧૧ વિકેટ ઝડપીને ભારતના વિજયમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ બદલ તેને…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ફક્ત બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને દસ વિકેટે હરાવીને ૨-૧ ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.આ મેચમાં અક્ષર પટેલે પહેલી ઇનિંગ્સમાં ૩૮ રનમાં છ અને બીજી ઇનિંગ્સમાં ૩૨ રનમાં પાંચ એમ કુલ ૧૧ વિકેટ ઝડપીને ભારતના વિજયમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
બાદ વિરાટ કોહલીએ ગુજરાતીમાં તેની પ્રશંસા કરી હતી. વિરાટનું ગુજરાતી સાંભળીને હાર્દિક પંડ્યા અને અક્ષર બંને જોર જોરથી હસવા લાગ્યા હતા.જે સોસિયલ મીડિયામાં કઠિયાવાડી ભાષા હાલ ચર્ચામાં થયેલ છે.
મેચબાદ વિરાટનો ગુજરાતી ભાષા બોલતો વીડિયો વાયરલ મૅચ પત્યા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જે અક્ષર પટેલનો ઇન્ટરવ્યૂ લઇ રહ્યાં હતા ત્યારે જ વિરાટ બંને પાસે આવે છે અને ગુજરાતીમાં તેની પ્રશંસા કરતા કહે છે કે, “એ બાપુ તારી બૉલિંગ કમાલ છે”. વિરાટનું આ અદ્ભુત ગુજરાતી સાંભળીને હાર્દિક અને અક્ષર જોરજોરથી હસવા લાગે છે. જે વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને વિરાટની આ ગુજરાતી ભાષા બોલાવાનો અંદાજ સૌને પસંદ આવ્યો હતો.
આ પેલી વાર જોવા મળિયું : અનોખી સિક્સથી પેવેલીયનની ખુરશીમાં કાણું , તેની હરાજી કરી ગરીબોને મદદ કરાશે
ભારતે ઇંગ્લેન્ડને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પરાજય આપીને આ મેચ ખાલી બે જ દિવસમાં પોતાના નામે કરી હતી. દરમ્યાન ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને પહેલી ઇનિંગ 112 રન પર જ પૂર્ણ થઇ ગઇ હતી. ભારત હવે આ સિરીઝમાં 2-1થી આગળ છે. ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન્સ અક્ષર અને અશ્વિન સામે ન ટકી શક્યા અને બંનેએ 20 વિકેટ લીધી હતી.
One Comment