રિક્ષા પર બનાવ્યું 1 લાખ રૂપિયામાં હાઇટેક ઘર

રિક્ષા પર બનાવ્યું 1 લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર

ભારત સરકાર સતત ઇનોવેશન અને આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યું છે. અને તેનાથી પ્રેરિત થઇને ઘણા લોકો સતત નવા-નવા આઇડિયા લઇને સામે આવી રહ્યા છે. આ આઇડિયા એટલા ખાસ છે કે સામાન્ય લોકોની સાથે-સાથે ઇંડસ્ટ્રીના દિગ્ગજ પણ તેનાથી પ્રભાવિત થઇ રહ્યા છે. એવો એક આઇડિયા જેના લીધે હરતા ફરતા એક સાધારણ ઓટો પર બનાવવામાં આવ્યું છે.

તેની ડિઝાઇન પણ અદ્ભુત અને ખાસ પ્રકારની છે કે ખુદ ઓટો સેક્ટરના દિગ્ગજ આનંદ મહિદ્રાએ આગળ વધીને ડિઝાઇનરને મોટી ઓફર આપી છે. સ્મોલ હાઉસ ડિઝાઇન આંખને ગમી જાય તેમ છે અને તેનું બજેટ પણ એક્દમ સરળ છે.

https://twitter.com/WeekendInvestng/status/1308576794572763136?s=20

ટ્વિટરના માધ્યમ પર એક વ્યક્તિએ આ ઘરને લોકો સમક્ષ માહિતી આપતા જણાવ્યુ કે,આ ઘરનું નામ ‘સોલો 01’ છે અને આ સોલો ઘરની ડિજાઇન ચેન્નઇના અરૂણ પ્રભુએ ડિઝાઇન કરી છે અને તેમાં માત્ર એક લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ફોટોમાં દેખાય છે કે છત પર સોલર પેનલ લગાવવામાં આવી છે તો બીજી તરફ છત પર પાણીની નાની ટેંક પણ છે.છત પર આરામ કરવા માટે ખુરશી પણ રાખવામા આવી છે.

મેમાન  આપે પણ આણે સામિ આપી : લગ્નમાં કપલને મહેમાનોએ આપી એવી ગિફ્ટ કે, Video જોય થઈ જશો લોથ પોથ

આવી કલાત્મક સૂજ બૂજ થી માત્ર થોડી જગ્યામાં આ સોલો હાઉસ બનાવીને અરૂણ પ્રભુએ પોતાની પ્રતિભા ઊભું કરી છે.હવે વાત કરીયે બાંધકામની તો ઘરની ઉંચાઇ લગભગ બે ગણી જેટલી છે. તો બીજી તરફ લંબાઇ અને પહોળાઇ પણ એક રૂમ કરતાં ઓછી છે જેથી આ સ્પેસમાં એક ઘરની સુવિધાઓ આપવામાં આવી છે. ફોટો દ્રારા આ ઘરને ફરવાના શોખીનો માટે પ્રકૃતિના નજીક રહીને થોડો સમય વિતાવવા માટે આરામદાયક વિકલ્પના રૂપમાં બતાવવામાં આવ્યું છે. 

સોશિયલ મીડિયા પર આ ઘરની જોરદાર વખાણ થઇ રહી છે. ઓટો સેક્ટરના દિગ્ગજ મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ આગળ વધીને અરૂણ પ્રભુને ઓફર પણ આપી છે. તેમણે ડિઝાઇનરની જાણકારી માંગતાં કહ્યું કે તે બોલેરો પિક અપ પર પણ બનાવી શકે છે.  

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.