લક્ષ્મીજી 1800 કરોડનો ચાંદલો કરવા આવ્યા, અને આ બેન મો ધોવા ગયા બોલો !

લક્ષ્મીજી 1800 કરોડનો ચાંદલો કરવા આવ્યા, અને આ બેન મો ધોવા ગયા બોલો !

International

ઇંગ્લેન્ડમાં રહેતા 19 વર્ષીય વિદ્યાર્થીની જિંદગી સંપૂર્ણ પલટવાની આરે હતી, પરંતુ એક નાની ભૂલને કારણે તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું. આ વિદ્યાર્થીએ 182 કરોડ પાઉન્ડ એટલે કે લગભગ 1800 કરોડનો જેકપોટ જીત્યો હતો પરંતુ આ વિદ્યાર્થી સાથે એક મોટી દુર્ઘટના બની. શું એવું થયું એમની સાથે કે એ આખી જિંદગી અફસોસ જ કરશે, વાંચો અહી એક અદ્ભુત સ્ટોરી.

બ્રાઇટન યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ કરતી રચેલ કેનેડી દર અઠવાડિયે એક સરખા નંબરો સાથે ગેમ રમતી હતી, અને આ અઠવાડિયે તેણીના નંબર પર જેકપોટ હતો. હર્ટફોર્ડશાયરમાં રહેતી રચેલ કેનેડીએ જણાવ્યું કે જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તે ખુશ થઈ ગઈ હતી પરંતુ ટૂંક સમયમાં જ તેની ખુશી નાખુશ પામી ગઈ હતી. કારણ કે રચેલે આ અઠવાડિયા માટે ટિકિટ ખરીદી નહોતી.

#

રચેલે કહ્યું કે તે તેની યુનિવર્સિટીના કામમાં ખૂબ વ્યસ્ત છે અને આ જ કારણ છે કે તેણે સાપ્તાહિક લોટરીની ટિકિટ ખરીદવાનું વિચાર્યું. રશેલના બોયફ્રેન્ડ લિયમે આ દુર્ઘટનાને ટ્વિટર પર શેર કરી તેણે ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું “જ્યારે તમારી ગર્લફ્રેન્ડ યુરો મિલિયન રમવાનું નક્કી નહીં કરે તો તેને આ લોટરી નહીં મળે”

આ ટ્વીટ સાથે લિયમે એક તસવીર પણ ટ્વીટ કરી હતી. આ ફોટામાં, રચેલની ટિકિટ જે તેણે ગયા અઠવાડિયે ખરીદી હતી તે જોઇ શકાય છે અને આ લોટરી પર સમાન નંબરો પણ છપાયા હતા, જે આ વખતે જેકપોટ માટેનો ભાગ્યશાળી નંબર સાબિત થયો. નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારની યુરોમિલીયન્સ જેકપોટ સ્વિટ્ઝરલેન્ડ થી મુક્ત થયો છે.

રશેલે લીડ બાઇબલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે જો દુનિયામાં કંઇપણ થાય છે, તો તેની પાછળ કોઈ કારણ છે. હું આશા રાખું કે કોઈપણ કે જેણે લોટરી જીતી છે તેને આ નાણાંની તીવ્ર જરૂર રહેશે. જોકે આ ઘટનાથી હું એકદમ નિરાશાજનક છે. પરંતુ હું જાણું છું કે હું જલ્દીથી આ ઘટનાને ભૂલી જઈશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *