હવામાં ઉડતું સોનું અચાનક જમીન પર કેમ આવી ગયું? હજુ કેટલું ઘટશે સોનું?
પેટ્રોલ ડીઝલના ભાવમાં જ્યારે રોકવાનું નામ નથી લેતું ત્યારે, હવામાં ઉડતું સોનું અચાનક જમીન પર કેમ આવી ગયું ? અને તે કેટલો સમય ડાઉન રહી શકે છે સોનાનાં ભાવ, અને હાલ તેમાં રોકાણ કરાય કે નહીં ? સતત નવ મહિના સુધી સોનાના ભાવ આસમાને રહ્યા બાદ હવે તેના વળતા પાણી શરુ થયા છે. ભારતીય બજારમાં…

પેટ્રોલ ડીઝલના ભાવમાં જ્યારે રોકવાનું નામ નથી લેતું ત્યારે, હવામાં ઉડતું સોનું અચાનક જમીન પર કેમ આવી ગયું ? અને તે કેટલો સમય ડાઉન રહી શકે છે સોનાનાં ભાવ, અને હાલ તેમાં રોકાણ કરાય કે નહીં ?
સતત નવ મહિના સુધી સોનાના ભાવ આસમાને રહ્યા બાદ હવે તેના વળતા પાણી શરુ થયા છે. ભારતીય બજારમાં શુક્રવારે સોનું પ્રતિ દસ ગ્રામ 43 હજાર રુપિયાની આસપાસ પહોંચી ગયું હતું. ઓગષ્ટમાંજ સોનું 56,310 રુપિયાનો ઓલટાઈમ હાઈ રહ્યો હતો, જેનાથી તે હાલ 21 ટકા નીચે છે. આ કડાકો સૂચવે છે કે સોનું આવનારા સમયમાં હજુ ઘટી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે સોનાની કિંમત ઓગષ્ટમાં 2,010 ડોલર પ્રતિ ઔંશ હતી. જેનાથી હાલ તે 15 ટકા જેટલું ગબડી ચૂક્યું છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે ગોલ્ડ 1500 ડોલરની આસપાસ સ્થિર થાય તેવી શક્યતા છે. કરન્સી માર્કેટમાં ડોલર મજબૂત બનતાં પણ સોનું સસ્તું થઈ રહ્યું છે. દુનિયાના સૌથી મોટા તંત્ર અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો કરવામાં આવતા તેની અસર ડોલર પર જોવા મળી રહી છે. રોકાણકારો વધુ યીલ્ડ મેળવવા માટે ગોલ્ડમાંથી રોકાણ ઘટાડી તેને બોન્ડમાં ટ્રાન્સફર કરી રહ્યા છે, જેના કારણે ગોલ્ડની કિંમતમાં કડાકો બોલાયો છે.
જીએસટી ના ખોટા બિલ થી બચો : તમને મળેલું GST બિલ અસલી છે કે નકલી? જાણો આ વેબસાઇડ પર
કેટલાક એક્સપર્ટ્સ માને છે કે ગોલ્ડ 1500 ડોલરના લેવલને પણ તોડે તેવી પૂરી શક્યતા છે. જ્યારે કેટલા લોકોનું માનવું છે કે તેનો આધાર જુદા-જુદા દેશની મધ્યસ્થ બેંકો બોન્ડ યીલ્ડમાં કેટલો વધારો કરે છે તેના પર આ બાબત નિર્ભર કરે છે.
આ સિવાય સોનાની કિંમત રુપિયા સામે ડોલર કેટલો મજબૂત કે નબળો પડ્યો છે તેના આધારે નક્કી થાય છે. ડોલર મોટાભાગની કરન્સી સામે મજબૂત બની રહ્યો છે. રુપિયા-ડોલરનો રેટ પણ છેલ્લા કેટલાક મહિનાથી 73 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. શુક્રવારે પણ ડોલર સામે રુપિયો 73.03ની સપાટી પર હતો.
One Comment