આંબાલાલે કરી મોટી આગાહી , ગુજરાતીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર
શિયાળાની વિદાય બાદ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારથીજ અમદાવાદ જેવા શહેરો જેવામાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે રાતે સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં દિવસે ગરમી અને વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે. પરંતુ ગુજરાતીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં 13…

શિયાળાની વિદાય બાદ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારથીજ અમદાવાદ જેવા શહેરો જેવામાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે રાતે સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં દિવસે ગરમી અને વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે. પરંતુ ગુજરાતીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી જ 14 શહેરનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
રવિવાર દરમિયાન 37.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 37.6, ગાંધીનગરમાં 36.8, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.6, ડીસામાં 36.4, સુરતમાં 35.5, કેશોદ-ભાવનગરમાં 35.2, ભૂજમાં 35, દીવમાં 32.3, વલસાડમાં 34.5, અને અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
ઉનાળાની ઋતુમાં ખુબ જ ઝડપી ચાલતી હવા અને ગરમ પવનને લીધે ભલભલા બિમાર થઈ જાય છે તો તેનાથી બચવા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી પીને નીકળો. બહાર જતી વખતે ખીસ્સામાં એક ડુંગળી પણ મુકી દો જેથી કરીને લૂ લાગવાથી બચી શકાય.
તો બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે.15મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 અને 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત 18થી 21 માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે.
શિક્ષકો માટે મોટી તક : શિક્ષકો માટે મહત્વના સમાચાર, ચાલુ નોકરીએ ઉમેદવારી નોંધાવનાર શિક્ષક શાળા પસંદ ન કરે તો ભરવો પડશે દંડ
ગરમી અને લૂ થી બચવાના ઘરેલુ ઉપાયો
- ભુખ કરતાં બે રોટલી ઓછી ખાવ અને પાણીનો ઉપયોગ વધારે કરો કારણ કે આ ઋતુમાં આપણી પાચન શક્તિ ખાસ કરીને નબળી પડી જાય છે. પાચન શક્તિ સારી રીતે કાર્ય કરે તે માટે માસાલેદાર અને વધારે પડતાં તળેલા ખોરાકથી ન લેવા જોઇયે .
- આકરા તડકામાં બહાર નીકળતાં પહેલાં ખાસ કરીને કોટન અને શરીરને ઢાંકે તેવા કપડાં પહેરી બહાર નીકળો. માથાને અને ત્વચાને કોઈ પણ રીતે બચાવો. તેના માટે ટોપી, સ્કાર્ફ અને ગોગલ્સનો પણ ઉપયોગ કરો.આંખોને આકરા તાપથી બચાવી રાખવા માટે ડાર્ક રંગના ગોગલ્સ અવશ્ય પહેરો.
- દિવસ દરમ્યાન ઓછામાં ઓછા દસથી પંદર ગ્લાસ પાણી પીવાનું રાખો. પાણી પીવામાં જરા પણ ઢીલાશ ન રાખશો કેમકે આ ઋતુમાં પાણી શરીરમા પરસેવા દ્બારા બહાર નીકળી જાય છે. તેથી શરીરની અંદર પાણીની ઉણપ ન વર્તાય તે માટે શક્ય તેટલું વધું પાણી પીવો.
- આંખોને આકરા તાપથી બચાવી રાખવા માટે ડાર્ક રંગના ગોગલ્સ અવશ્ય પહેરો. વળી સ્કીન પર સારી કંપનીનું સ્નસ્ક્રીન લોશન પણ અવશ્ય લગાવો.
- સવારે વહેલાં ઉઠીને તાજી હવા લો બને ત્યા સુધી એસીની હવાથી દૂર રહેવું.
- ગરમીમાં ખાસ કરીને સુતરાઉ કપડાં જ પહેરવાનો આગ્રહ રાખો જેથી કરીને તે ઝડપથી પરસેવો ચુસી લે.
One Comment