બેંકના કામ જલ્દીથી પતાવી લો, નહીં તો થશે ધક્કો આવનાર 5 દિવસ બેંક રહેશે બંધ
આવનારા દિવસ માં લોકોને જો બેંક લગતું કામ હોય તો ફટાફટ પતાવી લેજો કારણકે આ અઠવાડિયે 11 તારીખે ગુરુવારે શિવરાત્રી નિમિત્તે બેંકમાં જાહેર રજા રહેશે. એટલેકે આવનારા 9 દિવસોની અંદર 5 દિવસ બેંક બંધ રહેશે.
શિવરાત્રી પછી 12 તારીખે શુક્રવારે બેંક ખુલશે અને 13 તારીખે બીજો શનિવાર અને 15 તારીખે રવિવારની રજા રહેશે. આ પછી 15 અને 16 માર્ચે બેંક હડતાળના કારણે પણ બેંકો બંધ રહેશે.
તમારે બેંકના કામ કરવા માટે બેંક બ્રાન્ચમાં શુક્રવારે વધારે સમય લાગે તેવી શક્યતા છે. એવામાં લાંબી રજા હોવાના કારણે બેંક કર્મચારીઓ પણ રજા પર હોઈ શકે છે. તો તમે પણ આ દિવસો પહેલા જ તમારા તમામ કામનું પ્લાન કરી લો જેથી તમને વધારે સમય ન લાગે અને મુશ્કેલી પણ ન રહે. જો કે આ દિવસોમાં તમે ઓનલાઈન ટ્રાન્સફરની મદદ લઈ શકો છો. તેનાથી તમારું અરજન્ટ કામ અટકશે નહીં.
તમે પણ આમાં હતા : નાણા મંત્રીના આ એક જ ટ્વીટ કર્યા બાદ, કરોડો લોકોએ રાહતનો શ્વાસ લીધો
બેંકમાં હડતાળ શા માટે રખાઈ છે? જો કે 15 અને 16 માર્ચે બેંક હડતાળના કારણે બંધ રહેશે. આ બેંકોમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને જાહેરાત કરી છે. હડતાળની જાહેરાત સાર્વજનિક ક્ષેત્રોના બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યૂનિયને કરી છે આ હડતાળ પાછળનું મેઇન કારણ છે.
બેંક કર્મચારીઓની માંગણી છે કે, તમામ નોન ઈન્કમ ટેક્સ ચૂકવનારા પરિવારોને 7500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે. તમામ જરૂરિયાતવાળા લોકોને 10 કિલો રાશન પ્રતિ વ્યક્તિ દર મહિને આપવામાં આવે. યુનિયનની માગણી છે કે MGNREGAનો વિસ્તાર કરવામાં આવે. તેવી જ રીતે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વધેલા વેતન સાથે વર્ષમાં 200 દિવસ કામ આપવામાં આવે અને તેને શહેરો સુધી વધારવામાં આવે. ખેડૂતો અને વર્કર્સ વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદા અને નિયમોને પાછા ખેંચવામાં આવે. સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે
One Comment