ખેડૂતો માટે સૌથી મોટી યોજના આ 41 વસ્તુઓ પર 50% સુધી સબસિડી આપવામાં આવશે
ગુજરાતના ખેડૂતો માટે ખૂબજ આનંદના સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારે તાજેતરમાં એવી એક યોજના શરૂ કરી છે જેના કારણે ખેડૂતોને ખેતી-વાડીમાં વપરાતી 41 વસ્તુઓ પર 50% સુધી સબસિડી આપવામાં આવશે. તો આ યોજના કઈ છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો, તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ 10%…

ગુજરાતના ખેડૂતો માટે ખૂબજ આનંદના સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારે તાજેતરમાં એવી એક યોજના શરૂ કરી છે જેના કારણે ખેડૂતોને ખેતી-વાડીમાં વપરાતી 41 વસ્તુઓ પર 50% સુધી સબસિડી આપવામાં આવશે. તો આ યોજના કઈ છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો, તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો
રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે
હવે લાઇસન્સ લેવું પડશે આના માટે પણ : હવેથી આ રીતે ડ્રોન નહીં ઉડાડી શકાય,સરકારે બહાર પાડી માર્ગદર્શિકા,જાણો નિયમો
અરજી કરવાની એક્દમ સરળ રીત
- સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/Admin/Login.aspx મેઇન વેબ સાઇટ પર મુલાકાત લો
- ત્યારબાદ જમણી બાજુ નીચે “વિવિધ યોજનાઓ પર અરજી” પર ક્લિક કરો
- હવે તમને “ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ” નું લિસ્ટ જોવા મળશે.
- તેમાથી ખેતીવાડી ની યોજનાઓની વિગત સિલેક્ટ કરીને બાજુમાં આપેલા “વધુ માટે અહી ક્લિક કરો ” પર જાઓ .
- જે બાદ જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં “અરજી કરો બટન ” આપોઆપ આવી જશે.
- જરૂરિયાત ઘટકની યોજના સિલેક્ટ કરીને “અરજી કરો “પર જાઓ.
- ત્યાર બાદ તમે રજિસ્ટર્ડ અરજદાર છો? જે પર ” ના ” સિલેક્ટ કરીને આગળ વધો.
- ત્યારબાદ નવી અરજી પર ક્લિક કરીને માગેલી માહિતી ભરીને તમે સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકો છો.
One Comment