બૂમ બૂમ બુમરાનું દિલ જીતી કરી વિકેટ ડાઉન,લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી
ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને ગુપ્ત રાખી હતી. નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં તેઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે. લગ્ન માટે તેણે ઈંગ્લેન્ડ સામે બ્રેક લીધો છે…

ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને ગુપ્ત રાખી હતી. નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં તેઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે.
લગ્ન માટે તેણે ઈંગ્લેન્ડ સામે બ્રેક લીધો છે હાલમાં જ જસપ્રીતે અંગત કારણોને લીધે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
-
લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો IPL 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે.
-
લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન.પ્રતિબંધોના કારણે ટીમ ઈન્ડિયાના સભ્યો લગ્નમાં ન જઈ શક્યા સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની ગાઈડલાઈનના કારણે બુમરાહના પરિવારના અમુક લોકો જ આ લગ્નમાં હારજ રહી શક્યા છે. ટીમ ઈન્ડિયાના સભ્યો પણ ઈંગ્લેન્ડ સામેની ચાલુ સીરિઝ અને પ્રતિબંધોના કારણે લગ્નમાં હાજરી આપી શક્યા નથી.
ધોની આવા લુક માં : એમએસ ધોનીનો નવો લૂક વાયરલ થયો, બૌદ્ધ સાધુમાં જોવા મળ્યા
-
લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી
અમદાવાદમાં થયો હતો બુમરાહનો જન્મ બુમરાહનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. પિતાના નિધન પછી તેની માતાએ બુમરાહ અને તેની બહેનને માટે કર્યા હતા. બુમરાહની માતા સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપલ પણ રહ્યા હતા. કિશોર ત્રિવેદીની દેખરેખ હેઠળ તેણે કેરિયરની શરૂઆત કરી હતી.
ગયા વર્ષથી સંજના સાથે લિંક-અપ્સની વાતો ગયા વર્ષે જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી
One Comment