અનોખી વીરાંગનાને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે? જેણે સમાજ સામે પડી સ્ત્રી શિક્ષણ અને ઉત્થાનમાં જીવન હોમ્યુ

અનોખી વીરાંગનાને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે? જેણે સમાજ સામે પડી સ્ત્રી શિક્ષણ અને ઉત્થાનમાં જીવન હોમ્યુ

અહી એક એવી વીરાંગના જેના ગાથા ગાતા ગાતા થાકીએ નહીં જી હા મિત્રો સાવિત્રીબાઈ ફૂલે નામ તો તમે જરૂર ક્યાંક સાભળેલું હશે. હા આ એ જમાંનાના સુધારક મહિલા છે જ્યારે ગાંધીજી પણ જન્મ્યા ન હતા. જ્યોતિરાઓ ફૂલે યાદ હશે એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ વખતે કન્યા કેળવણી અને શિક્ષણ માટે સંઘર્ષ કરીને શાળા શરૂ કરી હતી. સમાજના માન અપમાનને ગળી જઈને દલિત સમાજની દીકરીઓને શિક્ષાનો ભેખ આપવાનું નક્કી કરનાર મહિલા સાવિત્રીબાઈ કેમ ભૂલી જવાય.

શિક્ષણ અને સમાજ સુધારાતા માટે ઘણું કામ કર્યુ

સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3જી જાન્યુઆરી 1831માં થયો હતો. તેમણે પુણેના ભીડેવાડામાં પહેલી કન્યાશાળા શરૂ કરી હતી, જેમાં અલગ-અલગ જ્ઞાતિની દિકરીઓને એક સાથે શિક્ષણ આપવામાં આવતું હતુ એટલું જ નહીં પરંતુ વિધવાઓ કે જેમનું અન્ય પુરૂષોએ શારિરીક ઉત્પીડન કર્યુ હોય અને તે બાદ પરિવારોએ તરછોડી દીધી હોય તેવી મહિલાઓ માટે સાવિત્રીબાઈએ પતિ જ્યોતિરાઓ સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણ અને સમાજ સુધારાતા માટે ઘણું કામ કર્યુ છે. 

કવિયીત્રીના રૂપમાં સાવિત્રીબાઈ ફુલેએ 2 કાવ્ય ચોપડી લખી. કાવ્ય ફુલે, બાવનકશી સુબોધરત્નાકર. ફુલે દંપત્તિને મહિલા શિક્ષાના ક્ષેત્રમાં યોગદાન માટે 1852માં તત્કાલીન બ્રિટિષ સરકારએ સમ્માનિત પણ કર્યું.
સાવિત્રીબાઈ ફુલેના સમ્માનમાં એક ડાક ટિકટ રજૂ કર્યું છે. તે આધુનિક શિક્ષા પ્રણાલીમાં પ્રથમ મહિલા અધ્યાપિકા હતી અને તેણે આધુનિક મરાઠી કવિતામાં અગુવા ગણાયું છે. તે સિવાય કેંદ્ર અને મહારાષ્ટ્ર સરકારે સાવિત્રીબાઈ ફુલેની સ્મૃતિમાં ઘણા પુરસ્કારની સ્થાપના કરી છે.

આને કેવાય ઋણ ચૂકવિયું : સાદગીથી જીવી,વતનનું ઋણ અદા કરતાં પટેલભાઈની અનોખી કહાની

૧૭ વર્ષની ઉંમરે સાવિત્રીબાઈ ઘરેથી છોકરીઓને ભણાવવા સ્કૂલે જતાં. રસ્તામાં વિરોધીઓ તેને પરેશાન કરતા. તેમને ગાળો દેતા, પથ્થર મારતા, મળ-મૂત્ર ફેંકતા. તો પણ સાવિત્રીબાઈ પાછીપાની કરતાં નહીં. સાથે એક સાડી એકસ્ટ્રા રાખતાં. મળ-મૂત્રથી ગંદી થયેલી સાડી સ્કૂલે જઈને બદલી નાખતાં અને ઘરે પાછા ફરતી વખતે ફરી એ સાડી પહેરી લેતાં.

જ્યારે મનુના ભક્તોને એમ લાગ્યું કે સાવિત્રીબાઈ અટકવાના નથી તો તેમણે જ્યોતિરાવના પિતા ગોવિંદરાવને દબાવવાનું શરૂ કર્યું, તમારો દીકરો ધર્મની વિરુદ્ધ કામ કરી રહ્યો છે. જો તમે તેને નહીં અટકાવો તો તમારો સામાજિક બહિષ્કાર થશે. પિતાએ તેને ઠપકો આપતા અને તમામ પ્રવૃત્તિઓ આટોપી લેવાનું કહેતા જ્યોતિબાએ ઘર છોડી દીધું, પરંતુ છોકરીઓ અને શુદ્રો (આજના ઓબીસી અને એસસી-એસટી)ને ભણાવવાનું બંધ કર્યું નહીં.

સેવા કરતા કરતા મૃત્યુ વહાલુ કર્યુ  

1873માં  ફૂલે દંપતીએ એક વિધવા કાશીબાઈ નાં દીકરા યશવંતને દત્તક લીધો. 1896-97માં પ્લેગ ફાટી નીકળ્યો. રાત કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયું. આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવીત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો. અને સેવા કરતાં કરતાં જ સાવિત્રીબાઈએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ.  10 માર્ચ 1897ના રોજ અવસાન પામ્યા. 

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.