સચિન યુવીની વિસ્ફોટક બેટિંગ, રોમાંચક વિજય સાથે ઈન્ડિયા લેજેન્ડસ ફાઈનલમાં

સચિન યુવીની વિસ્ફોટક બેટિંગ, રોમાંચક વિજય સાથે ઈન્ડિયા લેજેન્ડસ ફાઈનલમાં

Sports

યુવરાજ સિંહ અને સચિન તેંડુલકરની વિસ્ફોટક બેટિંગ બાદ અંતિમ ઓવરોમાં બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમે બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ ટીમને પરાજય આપીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

હાલ ચાલેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે રોમાંચક બનેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સને 12 રને હરાવ્યું હતું.

રાયપુરમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતના બેટ્સમેનો તેની જૂની અદામાં જોવા મળ્યા હતા. જેની મદદથી ઈન્ડિયા લિજેન્ડ્સે નિર્ધારીત 20 ઓવરમાં 3 વિકેટે 218 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સે પણ વળતો પ્રહાર કર્યો હતો પરંતુ અંતમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન નોંધાવી શકી હતી. ઈન્ડિયા લિજેન્ડ્સે 12 રનથી મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

જૂના અંદાજમાં સચિન અને સહેવાગ જોવા મળ્યા હતા.વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સે ટોસ જીતીને ઈન્ડિયા લિજેન્ડ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વીરેન્દ્ર સહેવાગ અને કેપ્ટન સચિન તેંડુલકરની ઓપનિંગ જોડીએ ક્રિકેટપ્રેમીઓને જૂની યાદો તાજી કરાવી દેતા શરૂઆતથી જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. આવડી મોટી ઉમરે પણ સહેવાગે તેના નવા આગવા અંદાજમાં જોવા મળ્યો હતો. આ બને જોડીએ 5.3 ઓવરમાં 56 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. સહેવાગે 17 બોલમાં 35 રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. સચિન તેંડુલકરે વધુ એક વખત કેપ્ટન ઈનિંગ્સ રમી હતી અને 6 ચોગ્ગા અને 3 સિક્સરની દદથી 42 બોલમાં 65 રન કર્યા હતા.

યુવરાજ સિંહની પણ બેટિંગ જોરદાર રહી હતી જે મેચનું સૌથી મોટુ આકર્ષણ રહી હતી. તે અગાઉ મોહમ્મદ કૈફે 21 બોલમાં 27 રન સાથે બે ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે યુસુફ પઠાણે 20 બોલમાં 2 ચોગ્ગા અને 3 સિક્સર સાથે અણનમ 37 રન ફટકાર્યા હતા. યુવરાજે ફરી એક વખત સિક્સરનો વરસાદ કરી દીધો હતો.

યુવરાજે નાગામુટુએ કરેલી 19મી ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. તેણે ઓવરના પ્રથમ ત્રણ બોલ પર સિક્સર ફટકારી હતી અને ત્યારબાદ પાંચમાં બોલે સિક્સર ફટકારી હતી. ત્યારબાદ સુલેમાન બેને કરેલી 20મી ઓવરમાં તેણે બીજા અને પાંચમાં બોલ પર સિક્સર ફટાકરી હતી. યુવરાજે 20 બોલમાં 1 ચોગ્ગા અને 6 સિક્સર સાથે અણનમ 49 રન ફટકાર્યા હતા.

ભારતે આપેલા 219 રનના જંગી લક્ષ્યાંક સામે વેસ્ટ ઈન્ડિઝ ધમાકેદાર શરૂઆત કરી હતી. સ્મિથ-નરસિંહે અપાવી હતી જોકે, વિલિયમ્સ પર્કિન્સ નવ રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ ઓપનર ડ્વેઈન સ્મિથ અને નરસિંહ દેવનારાયણે તોફાની અંદાજમાં બેટિંગ કરીને ઈન્ડિયા લિજેન્ડ્સને વળતો પ્રહાર કર્યો હતો. એક પણ બોલર્સ આ બંને બેટ્સમેનોને દબાણમાં લાવી શક્યો ન હતો. આ જોડીએ 99 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મિથે 36 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર સાથે 63 રન ફટકાર્યા હતા. જ્યારે નરસિંહે 44 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 59 રન ફટકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *