રાજ્યના આ શહેરોમાં લાગ્યું કર્ફ્યુ, શનિ-રવિવારે મોલ-મલ્ટીપ્લેક્સ પણ બંધ, પણ પબ્લિક સ્વીકારવા તૈયાર નથી, શું છે આખો મામલો
રાજયમાં કોરોનાના કેસ 1276 સુધી પહોંચ્યા છે અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો 300 ની નજીક છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે આજે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં હવેથી અમદાવાદ શહેરમાં ફરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં…

રાજયમાં કોરોનાના કેસ 1276 સુધી પહોંચ્યા છે અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો 300 ની નજીક છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે આજે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં હવેથી અમદાવાદ શહેરમાં ફરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી.
આ પહેલા ગુરુવારની સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ખાનગી અને સરકારી જિમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરુવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે.
કોરોનાની બીજા ઊથલા વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે.
વા તમારી માનતા : એવી કઈ માનતા કે પીએમ મોદી સાહેબ દાઢી નથી કપાવી રહ્યા? દાઢી વધારવા પાછળનું કારણ સ્પષ્ટ
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
હવે આ બધી વાત પબ્લિકને ગળે ઉતરે તેમ નથી કારણકે હમણાં ચાલેલી ચૂંટીમાં ચૂંટણીમાં કોરોના ક્યાં હતો ?હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચમાં પણ કોરોના નડ્યો ના હતો.આવા લાખો સવાલો ઉત્પન થયા છે.સ્કૂલ અને ફ્રી મુદો ફરી સળગતો થયો છે.નાના અને મધ્યમ વર્ગના ધંધાર્થીઑ હવે પોતાનો ધંધો બંધ કરવા તૈયાર નથી. હવે જોવાનું એ છે કે શું ખરેખર કોરોનાએ ઊથલો માર્યો છે ?
One Comment