મોટા સમાચાર : શું ગામડાઓમાં પણ સ્કૂલ બંધ થશે ? જાણો કોરોના સંક્રમણ વધતાં સરકારે લીધો નિર્ણય
જ્યારે ફરી રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે…

જ્યારે ફરી રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું ચાલુ રહેશે.
તો બીજી બાજુ 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારો માટે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે. એટલેકે જો શાળા સંચાલકો અને વાલીઓ ઇચ્છે તો બાળકો ઓફલાઇન શિક્ષણ માટે શાળાએ જઇ શકશે. બીજી તરફ તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે પરીક્ષાનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરાશે. આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
કોરોના કેશ વધવાને કારણે ફરી ગુજરાત સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી શાળા અને કોલેજોમાં ઑફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 8 મહાનગરોની શાળા-કોલેજોમાં ફક્ત ઑનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવામાં આવશે .આવતીકાલ ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવશે.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા લેવાયો નિર્ણય જેમાં શાળા-કોલેજમાં 10 એપ્રિલ સુધી પરીક્ષાઓ મોકુફ રહેશે અને આ નિર્ણય ફક્ત મહાનગરો માટે જ લાગૂ પડશે.મહાનગરોની તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહેશે.10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે બીજી બાજુ પીજીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં મહાનગરપાલિકામાં પણ શિક્ષણકાર્ય બંધ રહેશે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.પરીક્ષાનો નવો કાર્યક્રમમાં આગળની પરિસ્થિતી જોતા નિર્ણય લેવાશે.
આનવી રીત લૂટવાની : રાજ્યમાં માસ્ક દંડના બખાં, ક્યાં શહેરમાં કેટલા કરોડ વસૂલાયા આંકડાઓ જાણી ચોકી જશો
પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા.જેથી વાલીઓમાં પણ બાળકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.
ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સરકારે લીધેલા પગલાંઓની માહિતી આપી છે. આ દરમ્યાન સીએમ રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઇ વિચારણા નથી. આથી લોકો લોકડાઉનને લઇને કોઇ ભય કે આશંકા ન રાખે.
One Comment