અશોક વાટિકાના પથ્થર રામ મંદિર માટે વપરાશે , શિલા લવાશે શ્રીલંકાથી

અશોક વાટિકાના પથ્થર રામ મંદિર માટે વપરાશે, શિલા લવાશે શ્રીલંકાથી

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થઈ ગયું છે અને રામલલ્લાના મંદિરમાં સીતામાતાને પણ ખાસ સ્થાન આપવામાં આવશે. આ મંદિરના નિર્માણમાં શ્રીલંકાની અશોક વાટિકાના એલિયા પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવશે. સીતામાતા ને જે જગ્યા એ રાવણે કેદ કરીને રાખ્યા હતા.

આ પથ્થરો ભારતમાં નિયુક્ત શ્રીલંકાના રાજદૂત મિલિંદા મારાગોદાને સોંપી દેવામાં આવ્યા છે અને હવે તે પવિત્ર પથ્થરોને ભારત લાવવામાં આવશે. શ્રીલંકામાં આવેમાં સીતા એલિયાની એક શિલાનો ઉપયોગ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સ્થાને કરવામાં આવશે. માન્યતા છે કે રાવણે દેવી સીતાને પોતાની રાજધાનીની એક સુરમ્ય વાટિકામાં 11 મહિના સુધી બંધક બનાવીને રાખ્યા હતા તે જગ્યા સીતા એલિયા છે.

પેલી બીજી બાધી : પ્રથમ પત્નીએ કર્યો બીજી પત્ની સાથે ઝઘડો, લાગી આવતા બીજી પત્નીનો આપઘાત, પતિ ચડ્યો ગોથે

બીજી એક એવી માન્યતા છે કે, સીતા માતાને અશોકના વૃક્ષોથી નીચે એક વાટિકામાં રાખવામાં આવ્યા હતા. ત્યાં નાગના ફેણના આકારની ગુફા અને પાસે જ એક ઝરણું પણ છે જેને સીતા એલિયા વાટિકા કહે છે. હાલ તે સ્થળે શ્રીરામ જાનકીનું એક સુંદર મંદિર છે જે સીતા અમ્મન કોવિલ નામથી ઓળખાય છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.