પ્રથમ પત્નીએ કર્યો બીજી પત્ની સાથે ઝઘડો, લાગી આવતા બીજી પત્નીનો આપઘાત, પતિ ચડ્યો ગોથે

પ્રથમ પત્નીએ કર્યો બીજી પત્ની સાથે ઝઘડો, લાગી આવતા બીજી પત્નીનો આપઘાત, પતિ ચડ્યો ગોથે

અહી એક એવો સનસની બનાવ બન્યો છે કે,જે સાંભળી તમને નવાય લાગશે. રાજ્યના સુરતમાં રહેતા યુવાને વતન બિહાર ખાતે પહેલી પત્ની હોવા છતાં સુરતમાં બીજા લગ્ન કર્યા હતા. જોકે વતન ખાતે રહેતી પત્નીને રૂપિયા નહીં આપતા વતનમાં રહેલી પહેલી પત્નીએ સુરતમાં રહેતી પતિની બીજી પત્ની સાથે રૂપિયા બાબતે મોટો ઝઘડો થયો હતો.

બાદમાં તે વાતનું લાગી આવતા સુરતમાં રહેતી બીજી પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. જે બાબતે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૂળ બિહારનો વતની અને હાલમાં મોરાગામમાં તપોવન સોસાયટીમાં રહેતા શિવકુમાર નામનો વ્યક્તિ પોતાની પત્ની અને તેના બાળકો સાથે વતનમાં રહે છે.

કોરોના મહામારી વચ્ચે હજીરાની કંપનીમાં નોકરી બરાબર ના ચાલતી હોવાથી વતનમાં રહેતી પહેલી પત્નીને રૂપિયા મોકલવાનું બંધ કર્યું હતું. દરમિયાન યુવાને બીજા લગ્ન કર્યા હતા અને બીજી પત્ની લક્ષ્મી સાથે સુરતના હજીરા ખાતે રહેતો હતો. બે પત્ની રાખનાર યુવાન પહેલી પત્નીને વતનમાં રૂપિયા મોકલતો હતો.કોરોના સમય આવક બંધ થઈ હતી જેથી પહેલી પત્નીને રૂપિયા મોકલવાનું મુશ્કેલ બન્યું હતું.

લાવવામાં આવેશે : અશોક વાટિકાના પથ્થર રામ મંદિર માટે વપરાશે, શિલા લવાશે શ્રીલંકાથી

આથી પહેલી પત્નીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની તકલીક પડતા પહેલી પત્નીએ પતિની બીજી પત્નીને સુરત ખાતે ફોન કરી રૂપિયા બાબતે ફોન પર ઝઘડો કરી અપશબ્દો કહ્યા હતા. જેને લઈને બીજી પત્ની લક્ષ્મીને લાગી આવ્યુ હતું. સુરત રહેતી બીજી પત્નીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની સ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.