શરમજનક દુષ્કર્મ, સુરતથી મહિલા મિત્રને અમદાવાદ બોલાવી અને પછી મિત્રો સાથે મળીને
દિન પ્રતિદિન રાજ્યમાં ગેંગરેપની ઘટનાઓ વધી રહી છે તેવામાં ગઈકાલે ભૂજમાં આવી એક ઘટના ગેંગરેપની સામે આવી હતી અને આજે અમદાવાદમાં પણ આવી ઘટના બની છે અને આ ઘટનાથી ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્યના અમદાવાદ શહેરમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતની મહિલા સાથે અમદાવાદમાં સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો છે અને આ બનાવ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રેમીએ દારૂ પીને મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું છે. માનસી ચાર રસ્તા પાસે ઓફિસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
પ્રેમીએ મહિલાને સુરતથી બોલાવી અને તેની સાથે જઘન્ય કૃત્ય કરી નાંખ્યુ હતું . એટલું જ નહીં પણ પ્રેમીએ મહિલા પાસેથી 80 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. પ્રેમી રાકેશ અને મહિલા સુરતમાં પડોશી હતા. પ્રેમીએ મહિલાને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું ત્યારે મહિલાએ ના પાડતા મિત્ર સાથે મળી બળજબરી કરી હતી. મહિલા આઘાતમાં આવીને પોલીસ ફરિયાદમાં બને ગુનો નોંધાવ્યો છે.
એ ભાણા ભાઈ : ભારે કરી ભાણિયાએ,લગ્ન બાદ તરજ મામી સાથે આંખો મળી, પછી બંનેએ કર્યુ ચોંકાવનારું કામ
વધુમાં રાજ્યમાં આવા દિવસેને દિવસેને દુષ્કર્મની ઘટનામા વધારો જોવા મળે છે તેમાં સૌથી મોખરે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતુ અમદાવાદ છે જેમાં એકલા અમદાવાદમાં જ દુષ્કર્મની 860 ઘટનાઓ ઘટી છે જેમાં ગ્રામ્ય વિસ્તારની 184 ઘટનાનો ઉમેરો કરીએ એટલે આ આંકડો 1046 આજુ બાજુ પહોંચે છે.તેનો મતલબ દર બે દિવસે એકવાર અમદાવાદમાં દુષ્કર્મની ઘટના બને છે.અને આવા દુષ્કર્મની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટનાઓ બનતી રહે છે.જોવાનું એ છે કે ક્યારે આવા દુષ્કર્મની ઘટનામા સંપૂર્ણ કાબૂ મેળવી શકાશે.
One Comment