એક બોટલ દારૂ ઢીચી મહિલા બેઠી ફ્લાઇટ,બાદમાં જે થયું તે જાણી ચોકી જશો

એક બોટલ દારૂ ઢીચી મહિલા બેઠી ફ્લાઇટમાં, બાદમાં જે થયું તે જાણી ચોકી જશો

જ્યારે કોરોના વાયરસે દુનિયાને બદલી નાખી છે ત્યારે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, કોરોનાએ અનેક પરિવારોને નોધારા બનાવી દીધા છે. ત્યારે કોરોનાથી કેમ બચવું તે પણ જરૂરી છે, બચાવરૂપે માસ્ક પહેરી રાખવું,સેનિટેશનથી વારંવાર હાથ થોવા જેવી ઘણી બાબતો લઈને ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લેવા માટે તૈયાર નથી હોતા. આવા જ રીતે કોરોના મહામારી વચ્ચે એક 34 વર્ષીય મહિલાને માસ્ક ન પહેરવા બદલ ફ્લાઇટ માંથી નીચે ઉતારી દેવામાં આવી હતી અને આ મહિલા  મહિલા દારૂના નશામાં પણ હતી અને માસ્ક પહેરવા મામલે કેબિન ક્રૂ સાથે ઝઘડો કર્યો હતો.

આખરે એરલાઇન કંપનીએ આ મહિલાએ માસ્ક ન પહેરવા બાબત અને નશાની હાલતમાં હોવાથી તે મહિલાને નીચે ઉતારી દીધી હતી. હેલી બોક્સ નામની યુવતી પોતે વ્યવસાયે બ્યૂટિશિયન પણ છે. તેણી પોતાની એક મિત્રને સાંત્વના આપવા માટે વિમાનમાં સવાર થઈને ઈબીઝા ખાતે જઈ રહી હતી. માન્ચેસ્ટર એરપોર્ટ ખાતે ફ્લાઇટ પકડતા પહેલા તેણી એક હોટલમાં ગઈ હતી અને અહીં દારૂની આખી બોટલ ઢીંચી ગઈ હતી. જે બાદમાં તેણીએ એક કલાક જેટલી ઊંઘ લીધી હતી. જે બાદમાં એરપોર્ટ ખાતે પણ તેણીએ હેંગઓવર ઉતારવા માટે વધુ એક પેગ દારૂ પીધી હતો.જેથી ફૂલ નશામાં તેણીએ માસ્ક પહેરેલું ન હોવાથી નશાની હાલતમાં વિમાન નીચે ઉતારી હતી.

અત્યારે શું માગે એનું નકીનય : લગ્ન પહેલા પત્નીએ માગ્યું એવું કે, પતિ થયો દોડતો, જુવો અહી વાઇરલ વિડિયો

મુસાફરી દરમ્યાન મહિલાએ વિમાનમાં પોતાની સીટ પર પહોંચી ત્યારે ક્રૂ મેમ્બર્સે તેણીને વારંવાર માસ્ક પહેરવા માટે વિનંતી કરી હતી અને તેણીનો પાસપોર્ટ માગ્યો હતો. જોકે, મહિલા માસ્ક પહેરવાની ના કહી,બાદમાં ફ્લાઇટના ક્રૂએ મહિલાને એવી ચીમકી ઊચ્ચારી હતી કે જો તેણી માસ્ક નહીં પહેરે તો તેઓ પોલીસને બોલાવશે.જોકે મહિલા કોઈનું માની ન હતી અને પોતાનો સિટ બેલ્ડ બાંધીને બેસી ગઈ હતી.

વધુમાં જ્યારે પોલીસ વિમાનની અંદર પહોંચી ત્યારે તેણી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. કેબિન મેનેજરનું કહેવું છે કે મહિલા તેની સૂચનાઓનું પાલન કરતી ન હતી તેને અનેક વખત પોતાનો પાસપોર્ટ આપવા માટે પણ કહેવાયું હતું પરંતુ તેણીએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. જેથી તેણીને નીચે ઉતારવાનું કહેવાયું હતું.સમગ્ર મામલે મહિલાએ જણાવ્યું કે, તેણીએ પૂરતી ઊંઘ ન કરી હોવાથી આવી હરકત કરી હતી. આ ઉપરાંત તેણીએ ભોજન લીધું ન હતું અને ફટાફટ વધારે માત્રામાં દારૂ પી લીધો હતો. આ એક અકસ્માત જ હતો તેવું કહ્યું હતુ.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.