OMG ! મહિલા શિક્ષકે 16 વર્ષના સ્ટુડન્ટ સાથે બાંધ્યો સંબંધ, પછી સ્ટુડન્ટે કર્યું
છત્તીસગઢના બિલાસપુરમાં કેમેસ્ટ્રીની શિક્ષિકાએ તેના વર્ગના 16 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યાની ઘટના સામે આવી છે. શિક્ષિકા વિદ્યાર્થીને અશ્લીલ ચેટ મોકલતી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો હતો. આ સમય દરમિયાન વિદ્યાર્થી એક તરફી પ્રેમમાં પડ્યો હતો પણ જ્યારે વિદ્યાર્થીને હકીકતની જાણ થઈ ત્યારે તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.સમગ્ર ઘટનાથી ચોતરફ અને…

છત્તીસગઢના બિલાસપુરમાં કેમેસ્ટ્રીની શિક્ષિકાએ તેના વર્ગના 16 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યાની ઘટના સામે આવી છે. શિક્ષિકા વિદ્યાર્થીને અશ્લીલ ચેટ મોકલતી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો હતો. આ સમય દરમિયાન વિદ્યાર્થી એક તરફી પ્રેમમાં પડ્યો હતો પણ જ્યારે વિદ્યાર્થીને હકીકતની જાણ થઈ ત્યારે તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.સમગ્ર ઘટનાથી ચોતરફ અને શિક્ષણ જગતમાં પણ લીરા ઊડ્યાં છે.
સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે જ્યારે પણ જરૂર પડતી ત્યારે શિક્ષિકા તેનો ફાયદો ઉઠાવતી. ગમે ત્યારે નંબર બ્લોક કરી દેતી. આ નોટના આધારે પોલીસે મહિલા ટીચરની ધરપકડ કરી છે. આ ઘટના તોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં ખુલાસો હયો હતો પૂરો મામલો.
વિદ્યાર્થીપોતે ટેકનોલોજીથી વધુ જાણકારી ધરાવતો હતો. તેણે સુસાઈડ નોટને કોડ ભાષામાં લખી હતી. પોલીસને ડિકોડ કરવા માટે બે દિવસનો સમય લાગ્યો હતો. ટીચર પર નજર રાખવા માટે વિદ્યાર્થીએ તેના મોબાઈલ, વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી દીધા હતા.આ સાથે એવી પણ માહિતી મળી છે કે જ્યારે શિક્ષિકાને આ અંગે જાણ થઈ તો તે 18 માર્ચના રોજ વિદ્યાર્થીના ઘરે ગઈ હતી. ઘરેથી શિક્ષિકા નિકળી તેના અડધો કલાકમાં જ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. તેના પરિવારને અને પોલીસને ત્યારપછીના દિવસે આ અંગે જાણકારી મળી હતી.
હવે બધે આજ જોવા મલેશે : જેતલસરને આંટી મારે તેવો ઉનાના ખિલાવડ ગામનો હીચકાર ભર્યો ખેલ , શું છે આખો મામલો ?
વધુ માહિતી મુજબ વિદ્યાર્થીએ અનેક વખત ટીચરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીએ તેની સુસાઈડ નોટમાં લખ્યા બાદ સુસાઈડનો વીડિયો પણ બનાવ્યો, જેને શિડ્યુલ કરી પોતાના મિત્રોને મોકલ્યો. અત્યારે પોલીસે આ વીડિયો પણ જપ્ત કરી લીધો છે અને તેને જાહેર કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
One Comment