ઉનાળામાં ઘરમાં લવાતું તરબૂચ,કદાચ તેના ફાયદા વિશે અજાણ હશો ,એક વાર અચૂક જાણો

ઉનાળામાં ઘરમાં લવાતું તરબૂચ, કદાચ તેના ફાયદા વિશે અજાણ હશો, એક વાર અચૂક જાણો

Food Health

ઉનાળાની સિજનમાં લોકો ગરમી અને લૂ થી બચવા માટે લોકો ઠંડા ખાન પાનનું સેવન વધુ કરતાં હોય છે. હવે વાત કરીયે એક એવા ફ્રૂટની કે લોકો ઉનાળામાં તેનું સેવન વધુ કરે છે કારણકે આ ફળમાં પુષ્કળ પ્રમાણમા પાણી હોય છે. તરબૂચ શરીર માટે ખુબ જ ગુણકારી ફળ છે. ઉનાળામાં તરબૂચ આપણા ઘર માં લવાતું ફળ છે. પરંતુ આપણે આના ફાયદા વિશે જાણતા નથી.

pc:unplace

તરબૂચમાં બીટા કેરોટીન અને લાઈકોપીન મેળવવા માં આવે છે. જેનાથી આંખ સ્વસ્થ રહે છે. તરબૂચ માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને વિટામીન એ, વિટામીન બી અને વિટામીન સી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ ખનીજ સારી માત્રા માં મેળવવામાં આવે છે.જેથી ઉનાળામાં વધુ ગરમી હોવાથી શરીને પાણીની ખુબજ જરૂરિયાત રહેતી હોય છે જેથી તરબૂચમાં 90 ટકા જેટલું પાણી હોવાથી લોકો ઉનાળામાં કહવાનું વધુ પસંદ કરે છે.

તરબૂચમાં આવતા કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડીયમ શરીર અને ત્વચા બંને ને હાઈડ્રેટેડ રાખવામાં કામ કરે છે. તરબૂચમાં  આવતું પોટેશિયમ, મેગ્નેશિયમ અને અમીનો એસીડ રક્ત વાહિકાઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને રક્તની ગતિ ને નિયંત્રિત કરે છે. જેનાથી રક્તચાપ સારું રહે છે.

તરબૂચ ખાવાથી શરીર ને પોટેશિયમ, વિટામીન બી, વિટામીન સી, બીટા કેરોટીન તેમજ મેગ્નેશિયમ ભરપુર માત્રા માં મળે છે જે તમારા શરીર માં ઉર્જા ના સ્તર ને બનાવી રાખે છે. તરબૂચ માં વધારે માત્રા માં પાણી હોય છે જે પરસેવા ના રૂપ માં અતિરિક્ત તરલ ને શરીર ની બહાર કરે છે. જેનાથી ઉનાળામાં તમારું શરીર ઠંડુ રહે છે.તરબૂચ ત્વચા માટે પણ ફાયદા રૂપ છે. જેનાથી તમારી ત્વચા ની ચમકમાં પણ સુધારો આવે છે અને ચહેરા પર કસાવટ આવે છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીર માં પાણી ની અછત રહેતી નથી. તરબૂચ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશય તેમજ ફેફસા નું કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે.

હૃદય સંબધી બીમારીઓ ને રોકવા માં પણ તરબૂચ એક રામબાણ ઉપાય છે. હકીકતમાં આ કોલેસ્ટ્રોલ ના લેવલ ને નિયંત્રિત કરે છે જેનાથી આ બીમારીઓ નો ખતરો ઓછો થઇ જાય છે. વિટામીન વધારાની પ્રચુત માત્રા હોવાને કારણે આ શરીર ની ઈમ્યુન સીસ્ટમ ને પણ સારી રાખે છે. તેમજ વિટામીન એ આંખ માટે સારું છે.

તરબૂચ લાયકોપીન (એન્ટીઑકિસડન્ટો)નો સારો સ્રોત છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.એવું કહેવામાં આવે છે કે તરબૂચની સ્લાઇસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટ્સના ખેલાડીઓને ગરમીને કારણે તેમના શરીરના ઇમબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે છે. તે સોડિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે.તરબૂચ કોલેજન સિન્થેસિસ માટે જરૂરી ન્યુટ્રીઅન્ટ એવા વિટામિન સીનો સારો સ્રોત છે. (કોલેજન ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે છે અને વાળને મજબૂત બનાવે છે).

પાણીનું વધારે પ્રમાણ હોવાના કારણે, તડબૂચ તમને ઓછી કેલરીમાં પણ તૃપ્ત કરે છે. પાણી મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે અને ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે આખરે વજન ઘટાડે છે.તડબૂચ એ થોડા ફળોમાંથી એક છે જે ગરમી દૂર કરે અને તરસ મટાડે છે. તે હીટ એક્ઝોશનને પણ દૂર કરે છે, જેના માટે તડબૂચની છાલને ઉપયોગમાં લેવાય છે.

તરબૂચનું સલાડ બાનવો સરળ રીતે

200 ગ્રામ તરબૂચ ના કટકા લો.

હવે તેમાં 50 ગ્રામ કાકડીના ચોરસ ટુકડા ઉમેરો.

ત્યાર બાદ 100 ગ્રામ લૉ-ફેટ પનીર.

50 ગ્રામ લેટ્યૂસ.

100 ગ્રામ ટામેટાંના ચોરસ ટુકડા.

1 મૂઠી તાજાં ફુદીનાંના પાન.

સ્વાદ મુજબ ઓરેગોનો.

સ્વાદ પ્રમાણે મીઠું.

1 ચમચી લીંબુનો રસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *