PM મોદી જેશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા, દેશ માટે માગ્યું
પીએમ મોદી આજે જેશોરેશ્વરી કાલી મંદિર સાથે જ ઓરાકાંડીના મતુઆ સમુદાયના મંદિર પણ જશે. ઓરાકાંડી તે જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે જેશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી છે.
આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિ પીઠોમાંથી એક છે જ્યાં પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત જેશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છે ત્યારબાદ તે ગોપાલગંજ જિલ્લાના તુંગીપારામાં સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની સમાધિ પર જશે આમ પ્રધાનમંત્રીને બે દિવસીય યાત્રાનો પહેલો દિવસ વ્યસ્ત રહ્યો હતો.
Feeling blessed after praying at the Jeshoreshwari Kali Temple. pic.twitter.com/8CzSSXt9PS
— Narendra Modi (@narendramodi) March 27, 2021
જોકે પીએમ મોદી સૌથી પહેલાં જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા અર્ચના કર્યા બાદ કહ્યું કે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે “કોરોના વાયરસના ખતરામાંથી બહાર નિકળવા માટે પ્રાર્થના કરી”. પીએમ મોદીએ કહ્યું કે મા કાલીના આ મંદિરમાં બંને દેશના શ્રદ્ધાળુ આવે છે. મંદિર પરિસરમાં કોમ્યુનિટી હોલની જરૂર છે. ભારત તેના નિર્માણની જવાબદારી ભજવશે. આમ શોરેશ્વરી કાલી મંદિર પહોચી કોરોના વાયરસના ખતરામાંથી બહાર નિકળવા માટે પ્રાર્થના કરી
આવું શું કામે વાચો : આજથી દ્વારકાધીશ જગત મંદિર ભક્તો માટે 3 દિવસ બંધ, કરો ઓનલાઈન દર્શન
વધુમાં મોદીએ કહ્યું કે જ્યારે મા કાલી માટે અહીં મેળો ભરાય છે તો બંને દેશોના ભક્તો અહીં આવે છે જે માટે અહી એક સામુદાયિક હોલની જરૂર છે. જે બહુઉદેશ્યીય હોવો જોઇએ જેથી જ્યારે લોકો કાલી પૂજા દરમિયાન અહી આવે, તો તેમના માટે ઉપયોગી થાય. આ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે પણ ઉપયોગી થવું જોઇએ.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે, આ ચક્રવાત જેવી કુદરતી આપત્તિ વખતે તમામ માટે એક આશ્રયના રૂપમાં કાર્ય કરવું જોઇએ. ભારત સરકાર તેનું નિર્માણ કરશે. મોદીએ બાંગ્લાદેશની સરકારનો આભાર વ્યક્ત કરતાં અમને શુભેચ્છાઓ આપી હતી.