ધૂળેટીના રંગરેલીયા, ભાભી સાથે આડા સંબંધમાં ભાઈએ કર્યું એવું કામ કે

ધૂળેટીના રંગરેલીયા, ભાભી સાથે આડા સંબંધમાં ભાઈએ કર્યું એવું કામ કે

રાજસ્થાન રાજ્યમાં વધુ એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલાની પોલીસે તપાસ કરી ત્યારે ખુદ વિચારમાં પડી ગઈ હતી. હકીકતમાં ભાભી સાથે આડા સંબંધમાં ખુદ ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે ઠંડા કલેજે ભાઈની હત્યા કર્યા બાદ નાનોભાઈ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તપાસમાં સાથે રહ્યો હતો. ત્યાં સુધી કે તે ઘટનાસ્થળે પણ સાથે ગયો હતો. જોકે, સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે તપાસ દરમિયાન પોલીસને મૃતકના ભાઈ પર જ શંકા પડી હતી.

વધુ માહિતી મુજબ આ બનાવ અંગે દિયર અને ભાભી વચ્ચેના આડા સંબંધમાં ભાઈ વિલન બની રહ્યો હતો. આથી આરોપી યુવકની ભાભી તેના દિયરને એવું કહીને પિયર ચાલી ગઈ હતી કે તે તેના ભાઈનું કામ તમામ કરી નાખે જેથી પૂરા પ્લાન સાથે આ ઘટનાને અંજામ આપ્યો છે.

એક ને બદલે ચાર : ચાર વરરાજા કન્યાની રાહ જોતા હતા, બધા એક સાથે પહોંચ્યા

જે બાદમાં નાનાભાઈએ તેના મોટાભાઈનું કામ તમામ કરવા માટેની પૂરી યોજના ઘડી હતી. યોજના પ્રમાણે આરોપી તેના મોટાભાઈને સરખંડિયાના એક જંગલ વિસ્તારમાં બોલાવી ધારદાર ચાકુથી ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા માટે હત્યારો ભાઈ ઘટનાસ્થળે પણ પોલીસ સાથે ગયો હતો જેથી પોલિસને તેના પર શંકા ના જાય.

પરંતુ આ અંગે વધારે તપાસ કરતા પોલીસને મૃતકના ભાઈ પર જ શંકા પડી હતી અને આખરે પોલીસે સંજયની ધરપકડ કરી લીધી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સંજય ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ કેસમાં પોલીસ મૃતકની પત્નીની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.