OMG ! આ દેશની શાળાઓમાં મૂક્યા કોન્ડમ વેન્ડિંગ મશીન,વિદ્યાર્થીઓ કરે છે બેધડક ઉપયોગ

આ દેશની શાળાઓમાં મૂક્યા કોન્ડમ વેન્ડિંગ મશીન, વિદ્યાર્થીઓ કરે છે બેધડક ઉપયોગ

લોકોને જાગૃત કરવા અહી એક દેશે નવી પહેલ કરી છે, વાંચો ફ્રાન્સની રસપ્રદ વાત. વિશ્વના જુદા જુદા દેશોમાં 21મી સદીમાં જાતીય જ્ઞાન આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના જ્ઞાનના અભાવના કારણે ઘણીવાર કિશોરાવસ્થાના લોકો મૂંઝવણમાં મુકાઇ જતાં હોય છે ત્યારે ફ્રાંસમાં આ બાબતે લોકો ખૂબ જ જાગૃત છે. ફ્રાંસના ઘણા બધા એવા ફેક્ટ છે જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી.

ફ્રાંસ દેશમાં આશરે 96 ટકા હાઇસ્કૂલમાં કોન્ડમ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે એટલેકે આશરે બધી સ્કૂલોમાં આ પ્રકારના કોન્ડમ વેન્ડિંગ મૂક્યા છે.આમ વેન્ડિંગ મશી મૂકવા પાછળનું કારણ વિદ્યાર્થીઓને HIVથી સાવધ રાખવા તથા પ્રેગ્નેન્સી મુદ્દે જાગરૂક કરવા માટેનો છે. સમાગમ વિશે વિદ્યાર્થીઓ જાગરૂક થાય તે માટે શાળાઓમાં કોન્ડમના મશીન મૂકવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અનુસાર કોઈ પણ સંકોચ વગર મશીનમાંથી કોન્ડમ લઈ શકે છે.

આ નવીનલ્યો પુરુષ નુંજ : અજીબો ગરીબ, આ દેશની મહિલા સૈનિકોએ પુરુષોનું અન્ડરવેર કેમ પહેરવું પડે છે  

ઘણા લોકો સ્ટોર પર જઈને કોન્ડમ ખરીદવામાં સંકોચ અનુભવતા હોય છે ત્યારે આ પ્રકારના મશીનની શોધ આ હેતુથી જ કરવામાં આવી છે. ફ્રાંસની શાળાઓમાં મૂકવામાં આવેલા આ મશીનોએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. એક રસપ્રદ વાત એ છે કે ફ્રાંસમાં એક ગામનું નામ પણ કોન્ડમ છે. આ ગામમાં એવા પ્રકારની ઇમારતો તૈયાર કરવામાં આવી છે કે જે પ્રવાસીઓને આ ગામની મુલાકાત લેવા માટે મજબૂર કરે છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.