SBI ના ગ્રાહકો માટે મોટી જાહેરાત,ઘેર બેઠા આ સેવાઓનો ફાયદો ઉઠાવો
(SBI) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલના માધ્યમથી તેના કરોડો ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા આપે છે. ગ્રાહક બેલેન્સ ચેક, ફંડ ટ્રાન્સફર, નવી ચેકબૂક જેવી અનેક સેવાઓના લાભ માટે રિકવેસ્ટ કરી શકે છે. ડેબિટ કાર્ડ માટે અરજી પણ ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલથી કરી શકે છે. એટલેકે ગ્રાહક ઓનલાઇન અનેક પ્રકારની સુવિધાનો લાભ લઈ શકે છે.આ ઉપરાંતની…

(SBI) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલના માધ્યમથી તેના કરોડો ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા આપે છે. ગ્રાહક બેલેન્સ ચેક, ફંડ ટ્રાન્સફર, નવી ચેકબૂક જેવી અનેક સેવાઓના લાભ માટે રિકવેસ્ટ કરી શકે છે. ડેબિટ કાર્ડ માટે અરજી પણ ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલથી કરી શકે છે.
એટલેકે ગ્રાહક ઓનલાઇન અનેક પ્રકારની સુવિધાનો લાભ લઈ શકે છે.આ ઉપરાંતની સુવિધાઓ એસબીઆઈ ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલના માધ્યમથી એફડી અને રીકરીંગ એકાઉન્ટ પણ બનાવી શકાય છે. આ સુવિધા માટે ઈન્ટરનેટ બેન્કિંગ યુઝરનેમ અને લોગ ઇન પાસવર્ડની જરૂર પડે છે. ઈન્ટરનેટ બેન્કિંગની સેવામાં તમને ઘરની સુરક્ષા અને બેન્કિંગ લેવડદેવડ કરવાની મંજૂરી મળે છે. આ સેવા દ્વારા ગ્રાહક ગમે ત્યારે ગમે ત્યાં સરળતાથી લેવડદેવડ કરી શકે છે.
ઘરે બેઠા ફટાફટ પતાવો આ કામના કામો
ગ્રાહક ઘરે બેઠા ઈન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી કુલ 8 કામ કરી શકે છે, આવું SBIએ ટ્વિટરના માધ્યમથી તેના કરોડો ગ્રાહકોને કહ્યું છે.
આવી રીતે શરૂ કરો ઈન્ટરનેટ બેન્કિંગ.ભૂતકાળમાં નેટબેન્કિંગ સેવા માટે ખાતા ધારકને બ્રાન્ચે જવું પડતું હતું. ત્યાં એક ફોર્મ ભરીને પ્રિ પ્રિન્ટેડ કિટની રાહ જોવી પડતી હતી. હવે તમારે SBI બેન્ક પર જવાની જરૂર નથી.હવે તમે ઘરે બેઠા પણ રજિસ્ટર કરાવી શકો છો. આ રહી એક દમ સરળ પદ્ધતિ ઓનલાઈન માટે.
હવે થી આ નહીં ચાલે : આધાર કાર્ડને લઈને આવ્યા કામના સમાચાર, નહીં જાણો તો થશે નુકસાન
(1) સૌપ્રથમ SBI નેટ બેન્કિંગના હોમપેજ onlinesbi.com પર મુલાકાત લો.
(2) હવે “New User Registration/Activation” પર ક્લિક કરો.
(3) હવે ખાતા નંબર, બ્રાન્ચ કોડ, દેશ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, જરૂરી સુવિધાની નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરો.
(4) ત્યાર બાદ નોંધાયેલા નંબર ઉપર OTP આવશે.
(5) હવે ATM કાર્ડને પસંદ કરો. જો તમારી પાસે ATM કાર્ડ ન હોય તો આગળની પ્રક્રિયા બેંક પૂર્ણ કરશે.
(6) ટેમ્પરરી યુઝરનેમ જાણી લો. લોગઇન પાસવર્ડ બનાવો.
(7) (પાસવર્ડ બનાવતી વખતે 8 શબ્દો સાથે સ્પેશિયલ શબ્દનો ઉપયોગ કરો) પાસવર્ડ ફરીથી નાખીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરવા સબમિટ ઉપર ક્લિક કરો.
(8) ટેમ્પરરી યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો
(9)પસંદગીનું યુઝરનેમ બનાવો.
(10) નિયમ અને શરતો સ્વીકારીને લોગ ઇન પાસવર્ડ અને પ્રોફાઈલ પાસવર્ડ સેટ કરો. પ્રશ્નોની પસંદગી કરી જવાબ આપો
(11) જન્મ તારીખ, સ્થળ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો.
(12)એકાઉન્ટ સમરીના માધ્યમથી બેંક એકાઉન્ટની જાણકારી લઈ શકાય છે.
(13)જો તમે “View only right” મુજબ નોંધાયેલા હશો તો “Transcation right’ને એક્ટિવ કરવા માટે મોબાઈલ રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રિન્ટ આઉટ સાથે શાખાનો સંપર્ક કરો.
જેઓ તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો આ સ્ટેપ અનુસારો
(1).સૌપ્રથમ www.onlinesbi.com માં જાવ.
(2) ફોરગોટ લોગ ઇન પાસવર્ડના વિકલ્પ ઉપર ક્લિક કરી, આગળના પેજ ઉપર નેક્સ્ટ આપો.
(3) આવી નેટબેન્કિંગ માટેનું તમારું યુઝરનેમ, એકાઉન્ટ નંબર, દેશ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા નાખી સબમિટ કરો.
(5) તમારા નંબર ઉપર OTO આવશે. જેને નાખીને કન્ફર્મ કરો.
(6) આવે લોગ ઇન પાસવર્ડ રિસેટ કરવાના એટીએમ કાર્ડ ડિટેલ, પ્રોફાઈલ પાસવર્ડ અને એટીએમ કાર્ડ એમ 3 વિકલ્પ આવશે.
(7) હવે પ્રોફાઈલ પાસવર્ડ વગર લોગ ઈન પાસવર્ડ રિસેટ કરવો.
One Comment